ભાવનગર યુનિવર્સિટીમાં સોફ્ટવેરની ભૂલથી પાસ થયેલા બે વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લો ફેકલ્ટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં બે વિદ્યાર્થીઓને યુનિ.ના પરિણામમાં પાસ જાહેર કરવામાં આવ્યા ત્યાર બાદ યુનિ દ્વારા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું કે સોફ્ટવેરની ભૂલને હિસાબે તમને પરિણામમાં પાસ કરેલા છે. તમારે તમારા પરિણામ યુનિ. માં જમા કરાવવા પડશે અને આ બાબત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકી માત્ર 2 વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું અને સોફ્ટવેર કંપની ઔરોમીરાનો માત્ર ખુલાસો પૂછવામાં આવ્યો છે.
કેમ કે કંપનીના માલિક યુનિ. ના ઈ સી સભ્ય હોય અને ભાજપ સાથે જોડાયેલ હોય ત્યારે ભાવનગર યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈના અમરદીપસિંહ જાડેજા, ગિરિરાજસિંહ વાળા દ્વારા કુલપતિને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક આ સોફ્ટવેર કંપની પર પગલા લેવામાં આવે. આ બનાવ થી શિક્ષણ આલમ માં ચર્ચા જાગી છે.