માંડા ડુંગરમાં બે બહેનોના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત
શહેરનાં આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમા રહેતા બે બહેનોના એકના એક ભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર શેરી નં ર મા રહેતા રૂત્વિક રમેશભાઇ દાણીધારીયા (ઉ.વ. ર0) નામનાં યુવાને આજે સવારે પોતાનાં ઘરે પંખા સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરુરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્પીટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમા મૃતક રૂત્વીક બે બહેનોનો એકનો એક ભાઇ હતો તે ઇમીટેશનનુ કામ કરતો હતો અને તેના પિતા સિકયુરીટીમા કામ કરે છે આજે સવારે પુત્ર મુંઝવણમા હોવાથી પિતાએ તને કોઇ તકલીફ હોય તો મને કહે તેમ પુછયુ હતુ ત્યારે કઇ જણાવ્યુ ન હતુ બાદમા કલાકોમા જ આ પગલુ ભરી લીધુ હતુ. તેણે આ પગલુ શા માટે ભરી લીધુ ? તે અંગે પરીવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે એકનં એક પુત્રનાં મોતથી પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.