રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાર્ક કરેલી સ્કૂલ બસ સહિતની બે ખાનગી બસમાં ભીષણ આગ

12:41 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

જામનગરમાં સમર્પણ ઓવરબ્રિજની નીચે પાર્ક કરવામાં આવેલી એક સ્કૂલ બસ સહિતની બે ખાનગી લક્ઝરી બસમાં અકસ્માતે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડી એ દોડી જઈ આગને બુજાવી હતી. એક બસમાં લાગેલી આગ બાજુની બસમાં પ્રવેશતાંજ અંદર સૂતેલા ડ્રાઈવર-ક્લીનરે બસ ચાલુ કરી દૂર ખસેડી લેતાં વધુ નુકસાની અટકી હતી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સમર્પણ ઓવરબ્રિજની નીચે પાર્ક કરવામાં આવેલી જી.જે.-3 એ.એક્સ.0279 નંબરની ખાનગી સ્કૂલ બસ કે જે માં બપોરે પોણા વે વાગ્યા ના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને બસ સળગવા લાગી હતી.

જે બસની આગની જ્વાળાઓ બાજુમાં પાર્ક થયેલી આર.જે. 27 પી.સી. 0456 નંબરની બસમાં પણ પ્રવેશી હતી, અને બસની પાછળની સાઈડમાં બારી-પડદા અને સીટનો ભાગ વગેરે સળગવા લાગ્યા હતા. દરમિયાન તે બસના ડ્રાઇવર અને ક્લીનર બસની અંદર જ સુતા હતા, અને એકાએક ગરમી લાગતાં તેઓ સફાળા જાગી ગયા હતા, અને તુરત જ બસને ચાલુ કરીને અન્ય બસથી થોડે દૂર સુધી ખસેડી લીધી હતી, અને પોતે બહાર નીકળી ગયા હતા. જેથી તેઓનો બચાવ થયો હતો.

દરમિયાન ફાયર શાખા ને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તૂરતજ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને બંને બસમાં લાગેલી આગને બુઝાવી હતી. જોકે સ્કૂલ બસ નો ઉપરનો ભાગ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયો હતો, જ્યારે બાજુમાં પાર્ક થયેલી બસને બચાવી લેવાઈ હતી, અને માત્ર પાછળનો ભાગ સળગ્યો હતો.આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને કયા કારણસર બસમાં આગ લાગી ગઈ, તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement