મહિલા બૂટલેગરનું શારીરિક શોષણ કરનાર બે પોલીસકર્મી.ની ધરપકડ
ગીર સોમનાથના નાઘેર પંથકની મહિલાનું 4 કલાક ઓન કેમેરા નિવેદન લઇ એસએસપીએ ચાર પોલીસકર્મી. વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
નાધેર પંથકની એક મહિલા બુટલેગરના પતિનું નિધન થતા ત્રણ બાળકોનું ભરણપોષણ કરવા દેશી દારૂૂનો ધંધો શરૂૂ કર્યો અને પોલીસને હપ્તા આપતા ઘરે અવર-જવર શરૂૂ થઈ અને મહિલા ની એકલતાનો લાભ ઉઠાવીને ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયેલાં હાલ એસ. ઓ. જી. ગીર સોમનાથ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ ત્રાસ આપવાનું શરૂૂ કર્યું અને શરીરસંબંધ બાંધવા શારીરિક શોષણ કર્યાનાં આક્ષેપ સાથે પોલીસમાં સોગંદનામું રજુ કરતા ઊના ડિવિઝન પોલીસ અધિકારી જીતેન્દ્ર અગ્રવાલ એ તપાસ ધમધમતી કરીને બુટલગર મહિલા નાં ચાર કલાક થી વધું સમય સુધી કચેરી એ બોલાવી નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી છે.ઓનલાઇન કેમેરા વચ્ચે નિવેદન નોધી ફરીયાદ લેવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી રહીં છે.
ગીર સોમનાથ જિલ્લા એક પોલીસ સ્ટેશન ની હદ નાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ત્રણ સંતાન ધરાવતી વિધવા મહિલા બુટલેગર દારૂૂ નો ધંધો કરતી હોય અને પોલીસ તેનો હપ્તો વસુલ કરવા આવતાં આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા વિવિધ જગ્યાએ બોલાવી ડરાવી ધમકાવી શારીરિક શોષણ કર્યાનો ગંભીર આક્ષેપ સાથે પોલીસ અધિકારી ને લેખિત રજૂઆત કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સાત વર્ષ પહેલાં આ મહિલા બુટલેગરે એક બુટલગર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેથી મહિલા બુટલેગર નાં પિયર પક્ષે તેનાં થી ધરેલું સંબંધ તોડી નાખ્યાં હતાં પ્રેમ લગ્ન બાદ આ મહિલા બુટલેગર ને સારી રીતે પોતાનું સંસાર ચાલતું હતું અને પતિ ને દારૂૂ નાં વ્યવસાય માં મદદ કરતી હતી સાત વર્ષ દરમ્યાન આ મહિલા બુટલેગર ને ત્રણ સંતાનો 3 થી 6 વર્ષ સુધી નાં હોય આ દરમિયાન એક વર્ષ પહેલાં પોતાનાં પતિ નું હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું
આર્થિક પરિસ્થિતિ અને ત્રણ સંતાનો નાં ભરણપોષણ અને મોટાં કરવાની જવાબદારી પોતાનાં માથે આવતાં અને કોઈ સહારો નહીં હોવાથી મહિલા બુટલેગર એ દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી પોતાના ડેલામાં શરૂૂ કરી ને નાનો દારૂૂનો ધંધો શરૂૂ કરતાં બે ત્રણ વખત પોલીસે રેઇડ કરી કેસ દાખલ કરતાં આખરે મહિલાને દારૂૂ નો ધંધો કરવો હોય તો હપ્તા આપવાં પડે આમ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ નાં 2 હજાર થી 5 હજારનાં હપ્તા નક્કી થતાં પોલીસ ની અવર જવર શરૂૂ થઈ ગઈ અને વારંવાર ચાર પોલીસે આ મહિલા બુટલેગર ની એકલતાનો નો લાભ ઉઠાવી ને શારીરિક શોષણ શરૂૂ કર્યું હતું.છેલ્લા ધણા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં બ્રાન્ચ માં ફરજ બજાવતા પોલીસ કર્મી એ આ ભોગ બનેલી બુટલગર મહિલા ને તેનાં વોટ્સએપ મોબાઈલ નંબર કરેલા બિભત્સ મેસેજ કરેલ છે ત્યારે હાલ આ પ્રકરણ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયેલ છે.
4 સામે ફરિયાદ નોંધાઇ, 2ની અટકાયત
આ કેસમાં પોલીસ કર્મી સલીમ બ્લોચ,મોહન મકવાણા,વહીવટદાર પ્રકાશ સીંગળ, હોમગાર્ડ જવાન શાહમદાર વિરૂૂદ્ધ ફરિયાદ થઈ છે.જ્યારે પ્રકાશ અને સલીમને પોલીસે પકડી લીધા છે.અને તપાસ પ્રભાસ પાટણ મહિલા પી.એસ.આઈ એમ.વી પટેલ ચલાવી રહ્યાં છે.
બંધ બારણે નિવેદન લેવામાં આવ્યું
ભોગ બનનાર બુટલગર મહિલા 15 ફેબ્રુઆરી નાં સવારે ઊના એ એસ પી જીતેન્દ્ર અગ્રવાલ પાસે પહોંચી હતી ત્યાં મહિલા પી એસ આઈ આર એચ સુવા સમક્ષ પોતાનાં પર જે આપવિતી થયેલ તે દર્દ ભરી વેદનાં સાથે નિવેદન નોંધાવ્યું હતું જે નિવેદન ચાર કલાક સુધી ચાલ્યું હતું આ કાનુની પ્રકિયા ઓન લાઇન કેમેરા હેઠળ કરાઈ હતી.
તટસ્થ તપાસ થશે : એ .એસ પી
આ ઘટના સંદર્ભે એ એસ પી જીતેન્દ્ર અગ્રવાલ નો સંર્પક કરતાં તેમણે ધટનાની વિગતો અને ભોગ બનનાર ની અરજી મળી હોવાનું અને હાલ તપાસ શરૂૂ હોય સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા તટસ્થ રીતે તપાસ થશે કોઈ પણ દોષિત ને છોડવાં માં નહીં આવે આ પ્રકરણમાં હાલ જિલ્લા પોલીસ વડા દ્વારા આક્ષેપ થયેલાં પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરાઈ છે.