ગીર સોમનાથ જિલ્લાના બે પોલીસ અધિકારીને કાલે ગાંધીનગરમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અપાશે DGP એવોર્ડ
અરવિંદસિંહ જાડેજા, વી.આર.ખેંગારને ઉૠઙ દ્વારા અપાશે એવોર્ડ
ગીર સોમનાથ જિલ્લાના બે પોલીસ અધિકારીઓને રાજ્યના ડીજીપી તરફથી ડિસ્ક એવોર્ડ જાહેર કરાયો છે જેમાં વેરાવળ ના નાયબ પોલીસ અધિકાર ખેંગાર અને ગીર સોમનાથ એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ એ. બી. જાડેજા નો સમાવેશ થાય છે. પોલીસની સરાહનીય ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડના તેઓ સન્માનિત થયા છે. પોલીસનું ગુજરાત પોલીસનું મનોબળ વધારવા 2020 થી આ એવોર્ડ એનાયત કરાય છે.
તારીખ 30 જુલાઈના રોજ બપોરના ત્રણ વાગ્યે એક ખાસ સમારોહ યોજી આ એવોર્ડ એનાયત થશે આવો એવોર્ડ આપનાર ગુજરાત ભારતનું દેશનું સાતમું રાજ્ય છે ગાંધીનગર પોલીસ વિદ્યાભવન ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ સમારોહમાં પોલીસ પરિવારોને આમંત્રણાયા છે.
વિનોદ સિંહ રામપ્રસાદ ખેંગાર-વી.આર. ખેંગાર નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ 2002 ની ભરતી બેન્ચ ના વીઆર ખેંગાર પીએસઆઇમાં ભરતી બાદ ઉત્તરોત્તર બઢતીથી જામનગર, ભાવનગર, ખેડા, કચ્છ-ભુજ ગાંધીનગર આઈ. બી અને હાલ ગીર-સોમનાથ નાયબ પોલીસ અધિક્ષક તારીખ 14-1-1977 ના રોજ જન્મેલા તેઓ એમ. કોમ સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક તેજસ્વી રીતે પાસ કરી ગુજરાત પોલીસ દળમાં જોડાયા ગીર સોમનાથ જિલ્લાના અનેક અટપટા ગુનાઓ ઉકેલવામાં તેમનું સૌથી મોટું યોગદાન છે.
અરવિંદ સિંહ જાડેજા રાજકોટ ખાતે યશસ્વી કામગીરી કરનાર બાહોશ બહાદુર અને વિનય વિવેક સાથે માનવતા વાદી એવા તેઓ હાલ ગીર સોમનાથ જિલ્લા એલપીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર છે. 2009 ની ભેજના તેઓ ગુજરાત હોકીના નેશનલ પ્લેયર છે. 6 નવેમ્બર 1976 ના રોજ મોરબી જિલ્લાના કોટડા નાયાણી ગામે જન્મેલા તેઓએ અમદાવાદ, અસલાલી, ધંધુકા, રાણપુર, જસદણ, શાપર, વેરાવળ, ખંભાળિયા, ધોરાજી, રાજકોટ,યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, ધોરાજી ભાયાવદર વીરપુર રાજકોટ એલસીબી એસ. ઓ. જી તમામ સ્થળે શ્રેષ્ઠ કામગીરી બજાવેલ છે રાજકોટ વાસીઓ આજે પણ તેને યાદ કરે છે. ગીર સોમનાથ જિલ્લામાં અનેક અટપટા ગુનાઓ અને ડ્રગ્સબંધી નાબૂદ કરવામાં તેઓનો જબરદસ્ત યોગદાન છે.