ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મૃત્યુ સહાયમાં કટકી માગતા PGVCLના બે અધિકારી સસ્પેન્ડ

05:00 PM Mar 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મૃતક કર્મચારીના વારસોને મળવાપાત્ર 25 લાખની સહાયમાંથી 10 લાખ માગ્યા, ઓડિયો ટેપ જાહેર થતાં ઘરભેગા કરી દેતા એમ.ડી.

 

કોરોના કાળમાં ફરજ દરમિયાન મૃત્યુ પામનાર સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા રૂા.25 લાખની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પીજીવીસીએલમાં સહાય મંજુરી માટે ઉઘરાણા કરવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી. જેમાં પીજીવીસીએલના બે અધિકારીની ઓડીયો ટેપ વાઇરલ થતા ફરીયાદ સાચી હોવાનું સામે આવતા બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

વીજ બેડામાં કોરોનામાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામનાર પ4 કર્મચારીઓને રપ-રપ લાખની સહાય મંજૂર કરવાના કિસ્સામાં પીજીવીસીએલ.ના બે કર્મચારીઓ ધ્રોલના ડે.ઇજનેર-કે. એન. આહીર અને કોર્પોરેટર ઓફીસના એચ. આર. ડીપાર્ટમેન્ટના આસી. સેક્રેટરી આર. એ. મોદીને 10 લાખના ઉઘરાણાની ઓડીયો ટેપમાં ઝપટે ચડતા એમ. ડી. પ્રિતી શર્માએ સસ્પેન્ડ કરી અંજાર મૂકી દેતા વીજ બેડામાં ખળભળાટ મચી ગયો છે.અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડે. ઇજનેરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર મૂકી દેવાયા છે.

સરકાર સહાય મંજૂર કરતા કોર્પોરેટ ઓફિસ અને ધ્રોલ સબ ડિવીઝનના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો સોશ્યલ મીડીયામા વાયરલ થયા હતા. તેમાં કોર્પોરેટ ઓફીસમાં એચ.આર. વિભાગના આસી.સેક્રેટરી રૂૂપેશ મોદી અને ધ્રોલ સબ ડિવીઝનના ડે.ઈજનેર કે. એન. આહિર (મિયાત્રા) દ્વારા પોલમાં કોરોનામાં મૃત્યુ પામેલ કર્મચારીના પરિવારને 25 લાખની સહાયના બદલામાં 10 લાખ આપવાનું માંગણી કરવામાં આવે છે.
આ ઓડિયો વાયરલ થયા બાદ કોર્પોરેટ કચેરીના રૂૂપેશ મોદીની તાબડતોબ અંજાર બદલી કરી નાંખવામાં આવી હતી. બાદમાં આજે વડી કચેરી દ્વારા અંજાર બદલી કરવામાં આવેલ આસી.સેક્રેટરી રૂૂપેશ મોદીને સસ્પેન્ડ કરી મોરબી અને ચોલના ડે.ઈજનેર કે.એન.આહિરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsPGVCLrajkotrajkot news
Advertisement
Advertisement