ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચુનારાવાડ ચોક પાસેથી પાર્ક કરેલા એક્ટિવાની ડેકી તોડી તફડંચી કરનાર બે શખ્સો પકડાયા

03:57 PM Oct 19, 2024 IST | admin
Advertisement

ટ્રેકટર ચોક પાસેથી બંન્નેને દબોચી તમામ મુદ્ામાલ જપ્ત કર્યો

Advertisement

શહેરના નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સિતાજી ટાઉનશીપ વિંગ-બી કવાર્ટર્સ નંબર 301માં રહેતા રાકેશભાઈ ગણેશભાઈ યાદવ નામનો યુવાન ચુનારાવાડ ચોકથી દુધસાગર રોડ પર એકિટવા પાર્ક કરી મિત્રો સાથે ચા પીવા ગયા બાદ પરત ફરતા તેમના એકટીવાની ડેકી તુટેલી હાલતમાં હતી અને તેમાંથી રોકડા રૂૂા.15 હજારની ચોરી થઈ હોવાનું જણાતા થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટના મામલે થોરાડા પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ સી.વી.ચુડાસમા,કિરણભાઈ પરમાર,પ્રકાશભાઈ ચાવડા સહિતના સ્ટાફે બાતમીના આધારે બે શકમંદને ટ્રેકટર ચોક પાસેથી પકડી તેમના નામ પૂછતા એકનું નામ દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર શેરી નં.10માં રહેતો રોહિત નરસિંહભાઈ માત્રાણીયા અને બીજાનું નામ ભાવિક રમેશભાઈ સોલંકી(રહે.કુબલિયા પરા શેરી.05) હોવાનું જણાવ્યું હતું તેમજ તેમની પાસેથી 15 હજારની રોકડ જપ્ત કરી હતી.

Tags :
gujaratgujarat newsnanamauva roadrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement