For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પઠાણી ઉઘરાણી કરી પરિવારને મોતના મુખમાં ધકેલનાર બે શખ્સો ઝબ્બે

11:50 AM Jul 12, 2024 IST | admin
પઠાણી ઉઘરાણી કરી પરિવારને મોતના મુખમાં ધકેલનાર બે શખ્સો ઝબ્બે

જામનગરના પરિવારના ચાર સભ્યોએ ભાણવડના ધારાગઢ નજીક આપઘાત કરી લીધો હતો

Advertisement

20 લાખ વસુલવા મૃતકને બેફામ મારકૂટ કરી હતી: તપાસ માટે જઈંઝની રચના કરાઇ
જામનગરના આહીર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહ સંદર્ભે સામુહિક આપઘાતના પ્રકરણમાં ઘટસ્ફોટ થયો હતો કે તેઓએ પૈસાની લેતીદેતી બાબતે આત્યંતિક પગલું ભરી લીધું હતું. 20 લાખ વસુલવા માટે મૃતક કારખાનેદારને મારકૂટ કરીને બળજબરીથી લખાણ કરાવી લીધાની વીડિયો ક્લિપ સહિતનાં જરૂૂરી પુરાવા મળ્યા છે.આ સાથે મળેલી સ્યૂસાઈડનોટનાં આધારે મેટલનાં ધંધાર્થી સહિત બે શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા જ પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે.

મળતી વિગતો અનુસાર,જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં માધવબાગ-1 ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.42), તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 42), પુત્ર જીજ્ઞોશ અશોકભાઈ ધુંવા (ઉ.વ. 20) અને પુત્રી કિંજલ અશોકભાઈ ધુંવા (ઉ.વ. 18)એ બુધવારે ભાણવડનાં ધારાગઢ વિસ્તારમાં રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.આ ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ દરમિયાન આ સ્થળેથી પ્લાસ્ટિકના ઝબલામાંથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત હાથે લખેલી ચીઠ્ઠી, મૃતકના પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ વિગેરે પણ મળ્યા હતા.

Advertisement

આ અંગે મોબાઈલ ફોનની ચકાસણી અને ચિઠ્ઠીના આધારે મૃતક અશોકભાઈ ધુવાના નાનાભાઈ એવા લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના કનસુમરા ખાતે રહેતા વિનુભાઈ જેઠાભાઈ ધુવા (ઉ.વ. 41)એ વી.એમ. મેટલ વાળા વિશાલ જાડેજા અને અન્ય એક શખ્સ વિશાલ પ્રાગડા સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે, મૃતક અશોકભાઈના મૃતદેહ પાસેથી મળેલા અલગ અલગ મોબાઈલ ફોનમાં રહેલા વોટ્સએપ મેસેજ તેમજ વીડિયો ક્લિપ ઉપરાંત અહીંથી મળી આવેલી સ્યુસાઈટ નોટના આધારે ખુલવા પામ્યું હતું કે,વી.એમ. મેટલ વાળા વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડાનાં કારણે ધુવા પરિવાર સામુહિક આપઘાત કરવા માટે મજબૂર બન્યો હતો.

સમગ્ર પ્રકરણમાં મૃતક આહીર પરિવારના મોભી એવા અશોકભાઈ જેઠાભાઈ ધુવા, તેમના પત્ની તથા પુત્ર અને પુત્રીએ કરેલા સામુહિક આપઘાતમાં ખુલ્યું કે, વી.એમ. મેટલ વાળા વિશાલ જાડેજાએ મૃતક અશોકભાઈ પાસેથી રૂૂપિયા 20 લાખ લેવાના છે તેવો હિસાબ કરી,આ પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે ડરાવી,ધમકાવી,માર મારી, કાગળમાં તે મુજબનું લખાણ લખાવી ઉઘરાણી કરી હોવા ઉપરાંત સમર્પણ સેલવાળા વિશાલ પ્રાગડાએ પણ અશોકભાઈને આપવાના થતા રૂૂપિયા 5.53 લાખ લાંબા સમયથી નહીં આપતા આખરે સામુહિક આપઘાત કરી લીધો હતો.જે અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 108, 115 (2), 308 (ક) તથા 54 મુજબ ગુનો નોંધ્યો હતો અને બંને આરોપી જામનગર ના વિશાલ સિંહ ફતુભા જાડેજા અને વિશાલ પુરુષોત્તમ પ્રાગડાની ધરપકડ કરી હતી.આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ વિભાગના પીઆઈ પી. પી. બ્રહ્મભટ્ટ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ સ્પેશિયલ ઇન્વિસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી.જામનગર ખાતે તમામ ચાર પરિવારજનોની સામુહિક અર્થી ઉઠતા ભારે શોકના માહોલ વચ્ચે કરૂૂણ દ્રશ્યો સર્જાયા હતા.

અશોકભાઈને ધમકાવી નોટમાં કઈંક લખાવી લીધાની વીડિયો ક્લિપ મળી આવી
મૃતક અશોકભાઈના પત્ની લીલુબેનના મોબાઈલમાં ભાઈના નામથી સેવ કરેલા ચોક્કસ નંબર પરથી ત્રણ વીડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. જેમાં કુલ ચાર વ્યક્તિઓ દ્વારા અશોકભાઈને ધમકાવી મારતા હોવાનું અને નોટમાં કંઈ લખાવી તેના કાગળો લઈ લીધાનું જણાયું હતું. અશોકભાઈ પાસે પૈસાની કડક ઉઘરાણી ભાઈના નામથી નામના વ્યક્તિને વોટ્સએપ મેસેજમાં વિશાલ જાડેજા દરબાર વી. એમ. મેટલ વાળાએ બળજબરી કરી, પૈસા લેવા માટે.તેનાથી અમોને હેરાન છીએ. તેણે અમને ખૂબ હેરાન કર્યા છે.તેનાથી અમો મરી જઈએ છીએ જેવા જુદા જુદા છ મેસેજ પણ હોવાનું ખુલવા પામ્યું છે.

એક સાથે ચાર અર્થી ઉઠતા હાલાર સ્તબ્ધ
જામનગરના માધવબાગ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ભાણવડ નજીક આત્મહત્યા કરી લીધી હતી, જે દુ:ખદ ઘટના બાદ સમગ્ર કુટુંબીજનો સ્તબ્ધ થઈ ગયા હતા, અને તંત્ર પણ અવાચક બની ગયું હતું. એકીસાથે ચારેય ની અર્થીઓ ઉઠી હતી, ત્યારે ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સાથે અશ્રુઓનો દરિયો છલકાયો હતો. જે ચારેય મૃતકોની અર્થીને જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં પહોંચાડવામાં આવી હતી, અને ત્યાં તમામ ની અંતિમ વિધિ કરાઇ હતી. જ્યાં અન્ય કુટુંબીજનો, જ્ઞાતિજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ભારે ગમગીની ભર્યું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement