ધોરાજીમાં 252 વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
રૂા.5.42 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ધોરાજી પોલીસ મથકના પીઆઈ એ. બી. ગોહિલની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ અશોક ગોહેલ કોન્સ્ટેબલ સુરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાબા પાન વાળો ઇમરાન સાદીક નેવીવાલા પોતાની કારમાં દારૂૂની હેરા ફેરી કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ ભાકુંભાજી ગરબી ચોકમા વોચમા હતા ત્યારે કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવી કારમાં બે શખ્સો બેસેલ હોય અને પાછળની સીટમાં ત્રણ દારૂૂની પેટી પડેલ હોય જેથી કારચાલકનું નામ પૂછતાં ઇમરાન સાદીક નેવીવાલા (રહે.ધોરાજી બાબાપાન પાછળ વાળો) અને તેની સાથેના શખ્સે વાહીદ રજાક કુરેશી (રહે. જુનાગઢ કેમ્બ્રીજ સ્કુલ પાસે) હોવાનુ જણાવ્યું હતું.
તેમજ કારમાં રહેલ દારૂૂની 33 બોટલ કબ્જે કરી દારૂૂ અંગે પૂછપરછ કરતાં આરોપી ઇમરાને વધું દારૂૂનો જથ્થો તેમના ઘર નીચે આવેલ ઓફિસમાં છુપાવ્યો હોવાની કબૂલાત આપતાં પોલીસે ઓફિસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની દારૂૂની 21 પેટી કબ્જે કરી હતી. પોલીસે કુલ 252 બોટલ દારૂૂ સાથે બંને શખ્સોની ધરપકડ કરી દારૂૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂૂ.5.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી હતી.