રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિક્કામાં બેભાન હાલતમાં RPF જવાન સહિત બે લોકોનાં મોત

12:40 PM Oct 11, 2024 IST | admin
Advertisement

દરેડમાં ગેરકાયદે રીફિલિંગ કરતા શખ્સ ઝડપાયો

Advertisement

ધ્રાફામાં પ્રેમસંબંધ મામલે યુવાન પર હુમલો

જામનગરમાં રોડ પરના ખાડામાં બેલેન્સ ગુમાવતા વૃદ્ધનું મોત

જામનગરના સિક્કામાં રહેતા રેલવે પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા કર્મચારી તેમજ મોટી ખાવડીમાં પ્રૌઢનું બેભાન અવસ્થામાં મૃત્યુ નિપજતા બન્ને બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.મૂળ મહારાષ્ટ્રના અને હાલ સિક્કા ગામે ગોકુલપુરીમાં આવેલ ભાડાના મકાનમાં રહેતાં તેમજ આરપીએફમાં ફરજ બજાવતાં ગણેશલાલ પ્રસાદરાય (ઉ.વ.પ0) પોતાના રહેણાંક મકાને કોઈ અગમ્ય કારણસર બેભાન થઈ જતાં તેઓને તાકિદે જામનગરની જી જી હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ જવાયા હતા.

જ્યાં મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોતાના જ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા મયૂરસિંહ જાડેજાએ સિકકા પોલીસમાં જાણ કરતાં હે.કો. એસ. ડી. જાડેજા આગળની તપાસ ચલાવી રહયા છે.જામનગરના મોટી ખાવડીમાં રહેતા ગીરધારીલાલ રામુલાલ રજપૂત (ઉ.વ.પ8) નામના પ્રૌઢનું પોતાની ઓરડીમાં અગમ્ય કારણસર બેભાન હાલતમાં સારવાર દરમ્યાન જી જી હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે અનિલભાઈ ભીખુભાઈએ મેઘપર પોલીસ મથકે જાણ કરતાં પો.કો. એ. એચ. નોઈડા આગળની તપાસ ચલાવી રહયા છે.

ગેરકાયદે રીફિલિગ ઝડપાયું
જામનગરમાં ખોજાના નાકે રહેતો સીરાઝ કાદરભાઈ કુરેશી નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરતો હોય, પંચ બી પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કુલ મળી 16 ગેસના બાટલા તથા અન્ય સાધનો સહિત 47 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રેમસંબંધમાં યુવાન પર હુમલો
જામજોધપુરના ધ્રાફા ગામે રહેતા વિપુલભાઈ ગોબરભાઈ બારૈયા નામના યુવાનને આ જ વિસ્તારમાં રહેતાં અરવિંદભાઈ પે્રમજીભાઈ પરમારની દીકરી ગીતા સાથે પ્રેમસંબંધ હોય, જેથી તેઓને ગમતું ન હોય, દરમ્યાન વાડીએ વિપુલ તથા ગીતાને તેઓ જોઈ જતાં તિક્ષ્ણ હથિયાર વડે વિપુલ ઉપર માથાના ભાગે જીવલેણ હુમલો કરી તેમજ કોણીમાં તથા પગના ભાગે ફ્રેકચરની ઈજા પહોંચાડતા તેને સારવારમાં ખસેડાયો છે. બીજી તરફ જીવલેણ હુમલાનો ભોગ બનનારના મોટાભાઈ સુરેશભાઈ બારૈયાએ અરવિંદભાઈ પરમાર સામે શેઠવડાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી. જી. પનારા આગળની તપાસ ચલાવી રહયા છે.

જામનગરમાં રણજિતસાગર રોડ પર રહેતા કનૈયાલાલ વાઘુમલ નામના 7ર વર્ષના સિંધી વૃધ્ધ જીજે10 એએલ 17પ0 નંબરનું એક્ટિવા ચલાવી ખંભાળિયાના નાકા તરફ જતા હોય ત્યારે સિંધી સ્કૂલ પાસે ખાડો આવતાં ગાડી પરનું બેલેન્સ ગૂમાવી દેતા તેઓ રોડ પર પટાકાયા હતા. આથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમ્યાન જામનગરની જી જી હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજયું હતું. સિટી એ ડિવિઝનમાં મૃતકના પુત્ર નિલેશભાઈએ જાણ કરતાં પીએસઆઈ રામાનુજ આગળની તપાસ ચલાવી રહયા છે.

બે કાર વચ્ચે અકસ્માત, એક સળગી
જામનગરકાલાવડ હાઈવે પર આવેલ મોડપર ગામ નજીક જીજે10 ડીએ 9ર14 નંબરની હુન્ડાઈ કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે, રોંગ સાઈડમાં ચલાવી જીજે10 ડીએ 69ર4 નંબરની આઈર0 કાર સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં જામનગરના નવાગામ વિસ્તારમાં રહેતાં અર્જુનસિંહ નારૂૂભા જાડેજા (ઉ.વ.ર4) તથા છત્રપાલસિંહ નામના બન્ને વ્યકિતને પગમાં અને માથા સહિતના ભાગે ઈજા પહોંચી હતી. ઉપરાંત તેઓની કાર સંપૂર્ણ સળગીને ખાખ થઈ જતાં અંદાજિત રૂૂપિયા ત્રણ લાખની નુકશાની પહોંચાડવા સબબ હુન્ડાઈ કારચાલક સામે અર્જુનસિંહ જાડેજાએ કાલાવડ (ગ્રામ્ય) પોલીસમાં ફરિયાદ નોંધાવતા હે.કો. વી. જે. જાદવ આગળની તપાસ ચલાવી રહયા છે.

Tags :
Armydeathgujaratgujarat newsjamnaagr
Advertisement
Next Article
Advertisement