લાલપુરના મેઘપર ગામેથી દારૂની 60 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર નજીકના મેઘપર ગામમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂૂની 60 બોટલ કબજે કરી બેની ધરપકડ કરી છે. ગાગવા ગામના પાટીયા પાસે બાઈકમાં જતા શખ્સ પાસેથી દારૂૂની બે બોટલ મળી છે. ગાગવા ધાર નજીક એક શખ્સના મકાનમાંથી ત્રણ બોટલ મળી આવી છે. ધ્રોલ પાસેથી પોલીસે એક પરપ્રાંતીયને બે બોટલ સાથે ઝડપી લીધો છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મેઘપર ગામમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગિરીરાજસિંહ ભરતસિંહ પીંગળ ઉર્ફે ભા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી. જેમાં ઈંગ્લીશ દારૂૂની 60 બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે ગિરીરાજસિંહ તથા સીંગચ ગામના રાજેન્દ્રસિંહ વાઢેર નામના બે શખ્સની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ દારૂૂનો આ જથ્થો જામનગરના કરણ ભણસાલીએ આપ્યાની કબૂલાત આપી છે.
ધ્રોલથી જામનગર વચ્ચેના હાઇવે પર આવેલી શિવશક્તિ હોટલ પાસેથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની મુખી ગુજલા ભયડીયા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી મુખીની ધરપકડ કરી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર ગાગવાધાર ગામમાં સરકારી શાળા નજીક વિક્રમ રમણીકભાઈ પરમાર નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂની ત્રણ બોટલ કબજે કરી છે. જયારે ગાગવા ગામના પાટીયા પાસે રસીક હીરાભાઈ રાઠોડ નામના શખ્સને રોકી તેના જીજે-10-ડીકયુ 8346 નંબરના બાઈકની મેઘપર પોલીસે તલાશી લેતા તેમાંથી દારૂૂની બે બોટલ મળી આવી હતી.