For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ચાંદીપુરા વાઈરસના બે દર્દી મળતા તંત્ર દોડતું થયું

05:28 PM Jul 18, 2024 IST | Bhumika
જામનગરમાં ચાંદીપુરા વાઈરસના બે દર્દી મળતા તંત્ર દોડતું થયું
Advertisement

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો, હોસ્પિટલમાં તાકીદની બેઠક યોજી

રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઇરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયત્રંણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કૃષિમંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને જરુરી માર્ગદર્શન આપ્યા હતુંં અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાઈરસના લક્ષણોમાં દર્દીને અચાનક તાવ આવે, ઉલટી ઉબકા થવા, આંચકી આવે અને શરીરમાંં કળતર થાય છે. આ વાઈરસ મચ્છર, માખી જેવા વાહકો દ્વારા ફેલાય થાય છે. આ રોગચાળો 9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં જોવા મળ્યો છે. તેને અટકાવવા માટે સમગ્ર શહેર અને જિલ્લામાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો, સફાઈ કામગીરી, આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવાથી લઈને જનજાગૃતિ વધે તે રીતે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને સાવચેતીના પગલાં લે તે આવશ્યક છે. જો તમારી આસપાસ આવા લક્ષણોવાળા કોઈપણ દર્દી ધ્યાનમાં આવે તો તાત્કાલિક રીતે નજીકના દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ જેથી આ વાઈરસ ફેલાતો અટકાવી શકાય.

ઉકત સમીક્ષા બેઠકમાંં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.દીપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ તેમજ અન્ય અધિકારીગણ હાજર રહયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement