For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૈયાધાર-કોઠારિયા વિસ્તારમાં વધુ બે યુવાનોનો જીવનદિપ બુઝાવતો હાર્ટએટેક

07:01 PM Feb 06, 2024 IST | Bhumika
રૈયાધાર કોઠારિયા વિસ્તારમાં વધુ બે યુવાનોનો જીવનદિપ બુઝાવતો હાર્ટએટેક

રૈયાધાર વિસ્તારના યુવાને બહેનને સાસરે વળાવે તે પહેલા અને આનંદનગરમાં બેભાન બનેલા યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

Advertisement

શહેરનાં રૈયાધાર અને કોઠારીયા વિસ્તાર એમ જૂદા જૂદા બે બનાવોમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયાનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયું હતું.જેમાં પ્રથમ બનાવમાં રાજકોટ સહિત રાજ્યભરમાં વધી રહેલા હૃદય રોગના વધતાં બનાવે ચિંતા વધારી હોય તેમ દરરોજ બે થી ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતો યુવાન માંગરોળમાં પિતરાઇ બહેનના લગ્ન પ્રસંગે ગયો હતો ત્યારે બહેનને સાસરીએ વળાવે તે પૂર્વે જ હાર્ટ એટેકથી ભાઇનું મોત નીપજતા પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં શીતલ પાર્ક પાસે રહેતા રણજીતભાઈ બચુભાઈ રાઠોડ નામનો 35 વર્ષનો યુવાન માંગરોળ ગામે રહેતા કાકા રતિભાઈ ચનાભાઈ રાઠોડના ઘરે હતો ત્યારે રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. રણજીતભાઈ રાઠોડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી રણજીતભાઈ રાઠોડનું હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં મૃતક રણજીતભાઈ રાઠોડ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે રણજીતભાઈ રાઠોડ વેરાવળ રહેતા કાકા રતિભાઈ રાઠોડની પુત્રી કોમલના લગ્ન પ્રસંગમાં ગયા હતા અને આજે પિતરાઇ બહેન કોમલબેનની જુનાગઢથી જાન આવવાની હતી જેની આગલી રાત્રે જમ્યા બાદ તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન રણજીતભાઈ રાઠોડને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજ બનાવની મળેલી વિગતો મુજબ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલા આનંદનગર કોલોનીમાં રહેતો મુકેશ રામભાઇ રાઇ નામનો 38 વર્ષનો બિહારી યુવાન આજે સવારે પોતાના ઘરે, બાથરૂમમાંથી ન્હાઇને બહાર નિકળતાજ બેભાન થઇ ઢળી પડતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબીઓએ મુકેશને મૃત જાહેર કર્યો હતો.
ભક્તિનગર પોલીસે જણાવ્યા મુજબ મૃતકને સંતાનમાં એક પુત્ર છે 4 ભાઇ અને એક બહેનમાં નાનો હતો. અને યાજ્ઞિક રોડ પર આવેલા સાધના ભેળમાં 18વર્ષથી નોકરી કરતો હતો. બનાવથી પરપ્રાંતિય પરીવારમાં શોક ફેલાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement