For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડલ અંધાપાકાંડમાં વધુ બે દર્દીએ દ્દષ્ટી ગુમાવી, તબીબ-ટ્રસ્ટી સહિત 11 સામે ગુનો

05:28 PM Feb 07, 2024 IST | Bhumika
માંડલ અંધાપાકાંડમાં વધુ બે દર્દીએ દ્દષ્ટી ગુમાવી  તબીબ ટ્રસ્ટી સહિત 11 સામે ગુનો

અમદાવાદના માંડલ અંધાપાકાંડમાં વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. આ સાથે દ્રષ્ટી ગુમાવનાર દર્દીઓની સંખ્યા 15 ઉપર પહોંચી છે.

Advertisement

અમદાવાદની અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં હાલ 10 દર્દી સારવાર પર છે. આ બધાની વચ્ચે હવે માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરાઇ છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામના માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખની દ્રષ્ટી ગુમાવી છે. વિગતો મુજબ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. આ તરફ હવે હાલ અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં 10 દર્દી સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, મોતિયાના ઓપરેશન બાદ 21 લોકોને દાખલ કરાયા હતા. આ તરફ હવે સારવાર લઈ રહેલા દર્દીઓની દ્રષ્ટી પરત લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ઈન્ફેક્શન થયું હતું. માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન દર્દીઓને અંધાપો આવ્યો બાદ હડકંપ મચી ગયો હતો. જેને લઈ સરકારે એક સમિતિ બનાવ્યા બાદ સમિતિની તપાસ પૂર્ણ થતાં હવે કાર્યવાહી સામે આવી છે. માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. 15 દર્દીઓને ઓપરેશન બાદ આંખે દેખાતું બંધ થવાની ઘટનામાં તબીબ અને ટ્રસ્ટીઓની બેદરકારી સામે આવતા પગલા લેવાયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement