ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાકાંનેર ગેસ લીકેજ દુર્ઘટનામાં વધુ બે શ્રમિકનાં મોત, મૃતાંક ત્રણ પર પહોંચ્યો

01:48 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા (કેસ્ટોન) સિરામીક નામાનં કારખાનાના લેબર કવાર્ટરમાં ગત તા.9ના રોજ ગેસ સિલિન્ઢરમાં નળી લિકેજ થતાં આગ લાગવાની ઘટના બની હોય, જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હોય જે પૈકી અગાઉ એક બાદ વધુ બે શ્રમિક યુવાનોએ સારવ્ર દરમ્યાન દમ તોડી દેતાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા (ક્રેસ્ટોન) સિરામીક નામનાં કારખાનાના લેબર કવાર્ટરમાં ગત તા.9ના રોજ સવારે રાંધણ ગેસ લિકેજથી રૂમમાં આગ લાગી હતી, જેમાં આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.20), રિતેશ ધર્મેન્દ્ર કુશવાહ (ઉ.22), રાહુલ સુમ્મત બંજારા (ઉ.19), વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.22), લક્ષ્મણ વિષ્ણુ કહાર ગંભીર રીતે દાજી જતાં તમામને તાત્કાલીક સારવ્ર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.20)નું બુધવાર સાંજે સારવાર દરમિયાન મોત થયું હોય, જે બાદ બુધવારે મોડી રાત્રીનાં વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.22)અને ગુરૂવારે લક્ષ્મણ વિષ્ણુ કહારનું પણ સારવાર દરમ્યાન મોત થતાં આ બનાવમાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.

Tags :
gas leakage accidentgujaratgujarat newsWakanerWakaner news
Advertisement
Next Article
Advertisement