રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચાંદીપુરાના વધુ બે બાળ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા

12:03 PM Aug 03, 2024 IST | admin
Advertisement

કોલેરાના પણ ત્રણ દર્દીઓ સારવાર માટે આવ્યા : આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરીનો વ્યાપ વધારાયો

Advertisement

જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસની બીમારીના કારણે મૃત્યુ આંક 3 થયો છે. હાલ બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ચાંદીપુરા અને કોલેરાના રોગનું પ્રમાણ ધીમા પગલે સતત વધી રહ્યું છે આજે જામનગરની હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બે દર્દીઓ અને કોલેરાના ત્રણ દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે.જામનગરની માત્ર 9 માસની બાળકીને ચાંદીપુરા રોગના લક્ષણો જોવા મળતા તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના 13 વર્ષના એક બાળકને પણ તાવની બીમારીને કારણે અને શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જામનગર શહેર-જિલ્લામાં જીવલેણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સમયાંતરે નોંધાઈ રહ્યા છે. દરમિયાન આજે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની માત્ર 9 માસની બાળકીને ચાંદીપુરા જેવ જીવલેણ રોગ ના લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેના જરૂૂરી નમૂના લેવાયા છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

જેનો રિપોર્ટ આગામી ત્રણેક દિવસમાં મળી શકે છે. આ ઉપરાંત મીઠાપુરના 13 વર્ષના બાળકને પણ ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અને તેના પણ જરૂૂરી નમુના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જામનગર માં કોલેરા નું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે અને સમયાંતરે નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. આજે ત્રણ દર્દીઓને ઝાડા ઉલટી થઈ જતા તેમને કોલેરા ની સારવાર માટે જામનગર ની જી જી.હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ શહેર જિલ્લા ના આરોગ્ય વિભાગ દ્વારા જરૂૂરી આનુસંગિક કામગીરી હાથ ધરવા મા આવી રહી છે.

Tags :
chandipuravirousg.g.hospitalgujaratgujarat newsjamanagarnewsjamnagar
Advertisement
Next Article
Advertisement