For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલેરાના વધુ બે કેસ નોંધાયા, યુવાન અને બાળકી સારવારમાં

11:49 AM Jul 22, 2024 IST | Bhumika
કોલેરાના વધુ બે કેસ નોંધાયા  યુવાન અને બાળકી સારવારમાં
Advertisement

એક વર્ષની બાળકી અને 30 વર્ષીય યુવાન કોલેરાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

જામનગરમાં આજે કોલેરાનાં વધુ બે કેસ નોંધાયા છે. એક વર્ષની બાળકી અને 30 વર્ષનો યુવાન કોલેરા ગ્રસ્ત બનતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

જામનગરમાં છેલ્લા દોઢેક માસ થી કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ની દોડધામ વધી જવા પામી છે. શહેર નાં એક પરિવાર ની માત્ર એલ વર્ષ ની બાળકી ને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. જ્યારે 30 વર્ષ નાં યુવાન ને પાણ ઝાડા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તાર માં આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement