For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરના ગ્રામ્ય પંથકની ગુમ થયેલી બે સગીરાની ગણતરીના કલાકોમાં કરાઈ શોધખોળ

11:30 AM Jun 05, 2025 IST | Bhumika
કલ્યાણપુરના ગ્રામ્ય પંથકની ગુમ થયેલી બે સગીરાની ગણતરીના કલાકોમાં કરાઈ શોધખોળ

સગીરાનો કબજો પરિવારજનોને સોંપાતા રાહત

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા એક યુવાન તથા તેમના ભાઈની અનુક્રમે 13 તથા 11 વર્ષની બે સગીર પુત્રીઓ પોતાના ઘરેથી ક્યાંક જતી રહી હોવા અંગેની જાણ સગીરાના પિતા દ્વારા પોલીસમાં કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી તથા જિલ્લા ટ્રાફિક અને ખંભાળિયા પોલીસ દ્વારા આ બંને સગીરાની સધન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પ્રકરણમાં ટેકનિકલ સાધનો તથા હ્યુમન સોર્સિસના આધારે ઉપરોક્ત બંને સગીર પિતરાઈ બહેનો ખંભાળિયા તાલુકાના બજાણા ગામે તેમના એક સંબંધીના ઘરે હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી કલ્યાણપુરના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાવળીયા તેમજ નિલેશભાઈ ચાવડાએ આ અંગે તપાસ હાથ ધરી અને બજાણા ગામે રહેતા સગીરાના સંબંધીના ઘરે પહોંચી અને બંને દીકરીઓની સગડ મેળવી હતી. આ પછી આ બંને સગીર બહેનોનો કબજો તેણીના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.આઈ. એમ.ડી. મકવાણા, પી.એસ.આઈ. કે.પી. ઝાલા, કરસનભાઈ ચેતરીયા, દિલીપભાઈ બાવળીયા, મીનાબા જાડેજા અને નિલેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement