For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાવડીમાં એકાઉન્ટન્ટની ઓફિસમાં બે શખ્સોની ધમાલ: બે મિત્રો પર હુમલો કરી લૂંટ ચલાવી

04:09 PM Sep 06, 2024 IST | admin
વાવડીમાં એકાઉન્ટન્ટની ઓફિસમાં બે શખ્સોની ધમાલ  બે મિત્રો પર હુમલો કરી લૂંટ ચલાવી

એકાઉન્ટન્ટના ઘરે જઇ પત્નીના મોબાઇલમાંથી કોલ કરી કહ્યું કે, તારી પત્ની અને મોબાઇલ મારી પાસે છે લઇ જજે

Advertisement

શહેરમાં પૈસાની લેતીદેતીના ડખ્ખામાં વાવડી રોડ મટુકી ચોકમાં ઓફિસ ધરાવતાં એકાઉન્ટ યુવાનની ગેરહાજરીમાં તેના અગાઉના પરિચીત શખ્સ સહિત બે જણાએ ઓફિસમાં આવી ચીજવસ્તુઓ વેરવિખેર કરી આ યુવાનના બે મિત્રોને ગાળો દઇ માર મારી કાતરથી ઇજા પહોંચાડી બે લેપટોપ લૂંટી લીધા બાદ આ યુવાનના ઘરે પહોંચી તેની પત્નિને ધમકાવી તેના ફોનમાંથી તેણીના પતિને ફોન કરી મોબાઇલ પણ લૂંટની ભાગી જતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.મળતી વિગતો મુજબ,150 રીંગ રોડ પર ગોવર્ધન ચોક માવધ ગેઇટ અંદર સુખસાગર સોસાયટી-1માં રહેતાં અને વાવડી રોડ મટુકી ચોકમાં આસોપાલવ ટ્રાએંગલ બિલ્ડીંગમાં બીજા માળે 224 નંબરની ઓફિસમાં પત્નિ સાથે શિવ એસોસિએટ નામે એકાઉન્ટીંગ અને તમામ પ્રકારની મકાનની લોન અપાવવાનું કામ કરતાં પરાગ પ્રવિણભાઇ ધંધુકીયા (ઉ.વ.37)ની ફરિયાદ પરથી સાગર રમેશભાઇ રાદડીયા તથા અજાણ્યા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.

પરાગ ધંધુકીયાએ જણાવ્યું હતું કે,પોતે અને પત્નિ ઓફિસમાં એકાઉન્ટીંગ અને હોમ લોન અપાવવાનું કામ એક વર્ષથી કામ કરે છે.અમે બે મહિલાને પણ કામ પર રાખી છે.તા. 5/9ના સાંજે સાડા ચારેક વાગ્યે બધા ઓફિસે હતાં અને મિત્ર અફઝલ ભટ્ટી તથા વસીમ ખલીફા મકાનની લોનના કામ માટે આવ્યા હોઇ તે પણ હાજર હતાં. તેમનુ઼ કામ પતાવી પરાગભાઈ સાડા પાંચેક વાગ્યે ક્લાયન્ટ કેવીનભાઇના જીએસટીના કામ માટે વાવડી ગયો હતો.સાંજે ઓફિસમાંથી મહિલા કર્મચારીનો ફોન આવ્યો હતો કે આપણી ઓફિસમાં સાગર રાદડીયા અને તેની સાથે એક અજાણ્યો શખ્સ આવ્યા છે અને બેફામ ગાળો બોલે છે, દેકારો કરે છે.

Advertisement

આથી પરાગભાઈ તુરંત ઓફિસે જતાં બધો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.બંને મહિલા કર્મચારી ઓફિસથી નીકળી ગયા હતાં.બાદમાં 100 નંબરમાં ફોન કરી દીધો હતો.પરાગભાઈ મિત્રો અફઝલ અને વસીમને પણ ફોન કરી ઓફિસે પાછા બોલાવ્યા હતાં.બનાવ વિશે પુછતાં અફઝલે કહ્યું હતું કે તેઓ ઓફિસમાં હતાં ત્યારે બે શખ્સોએ આવીને અહિ શું કામ બેઠા છો? હું સાગર રાદડીયા, આ ઓફિસ મારી છે તેમ કહી ગાળો દેવા માંડયો હતો.તેને ગાળો દેવાની ના પાડતાં તેણે ઉંચો અવાજ ન કર તેમ કહી સાથેના વસીમને ફડાકા મારી દીધા હતાં.

સાગર સાથેના શખ્સે કાતર ઉપાડી અફઝલને ગળા પાસે મારતાં તે દુર ખસી જતાં તેમને થોડી ઇજા થઇ હતી.ત્યારબાદ આ સાગર અને અજાણ્યાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.વસીમને કાન પાસે જોરથી ઝાપટ મારી હતી.આ પછી સાગર ઓફિસમાંથી બે લેપટોપ લઇને જતો રહ્યો હતો.પરાગભાઈ અફઝલ સાથે આ વાત કરતો હતો ત્યાં પોલીસ આવી ગઇ હતી.પોલીસને ઘટનાની વિગતો જણાવતો હતો ત્યાં પત્નિના ફોનમાંથી ફોન આવતાં તે રિસીવ કરતાં તેમાં સાગર વાત કરતો હતો. તેણે મને તું ક્યાં છો? તારી પત્નિ તથા મોબાઇલ મારી પાસેથી લઇ જજે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ પરાગભાઈના પત્નિનો મોબાઇલ ફોન સ્વીચઓફ થઇ ગયો હતો.એ પછી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.ત્યાં પરાગભાઈના પત્નિ પણ ડાયરેક્ટ પોલીસ સ્ટેશને આવ્યા હતાં.ત્યાં જાણવા મળ્યું હતું કે સાગર પરાગભાઈની પત્નીનો મોબાઈલ લૂંટી જતો રહ્યો હતો.આમ તે બે લેપટોપ અને એક મોબાઈલ મળી કુલ રૂૂા. 81 હજારની મત્તા લૂંટી ગયા હતાં.આ અંગે હેડકોન્સ. બી.જે. ખેરે ગુનો દાખલ કરાવતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement