રેસકોર્સના બગીચામાં બે શખ્સોની ખુલ્લેઆમ દારૂની મહેફિલ
વાઈરલ થયેલા વીડિયોને આધારે પોલીસ દ્વારા બન્ને નશાખોરોની શોધખોળ
રાજકોટમા દેશીદારૂ બાબતે જ્યાં જનતા મેદાને ઉતરીને જનતારેડ કરી પોલીસને એમની ફરજ તરફ નજર દોડવી રહી છે તેની સામે રાજકોટના હર્દય સમાન રેસકોર્ષમાં આવેલ બાળકોના બગીચાના જાહેર સ્થળમાં વચોવચ ખુલ્લેઆમ દારૂૂની મહેફિલ માણતા બે શખ્સોનો વિડિયો વાઇરલ થયો છે.જેને લઇ પોલીસ હરકતમાં આવી છે અને બન્ને શખ્સોની શોધખોળ શરુ કરી છે.
રેસકોર્ષ જ્યાં તમામ ઉંમરના લોકોનું અવર જવર રહેતું હોય જ્યાં લોકો મનોરંજન માટે શાંતી માટે જતા હોય ત્યાં આવારા અને લુખા તત્વોનો જમાવડો જામે છે. તેનું ઉદાહરણ આ વિડિયો સાબિતી આપે છે.રાજકોટમા હમણાજ જાહેર જનતા રેડ દ્વારા દેશીદારૂૂના હાટડાને બંધ કરવા જનતા મેદાને આવેલ છે તેવામાં આ વાઇરલ વિડિયો પોલીસની કામગીરી બાબતે પણ અનેક સવાલો ઉપાડી રહ્યાછે. રાજકોટમાં પોલીસનો ખોફ હવે ઓસરી ગયો હોય તેવું પણ પ્રતીત થઈ રહેલ છે.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. ગુનેગારોને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ રેસકોર્સ ગાર્ડનમાં બાળકોના રમતના બગીચામાં ઉભેલા સ્ટેચ્યુ પર બે શખસોએ બેસીને દારૂૂની મહેફીલ માણી રહ્યા હોવાનો વિડીયો વાઈરલ થયો હતો.
ગાંધીનગર બાદ રાજકોટના નબીરાઓએ બીઆરટીએસ ઉપર કારની રેસ લગાવી
ગાંધીનગરમાં નબીરાઓ રોડ પર રીલ બનાવવાને લઈ લોકોના જીવ જોખમમા મૂકયા હતા. ગાંધીનગરની જેમ રાજકોટમાં પણ નબીરાઓએ પોતાની કાર તેમજ દોઢસો ફુટરીંગ રોડના બીઆરટીએસના રૂૂટ દોડાવી રેસ કરી હોવાનો એક વિડીયો વાઈરલ થયો છે. બીઆરટીએસના રૂૂટ ઉપર ત્રણ નબીરાઓએ કાર ચલાવી તેનો વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ કરી નબીરાઓએ પોલીસને ખુલ્લે આમ પડકાર ફેકર્યો છે.જે બીઆરટીએસ ઉપર ચલાવવામાં આવી તે કાર બ્લેક કલરની છે અને તેમાં બ્લેક ફિલમ પણ લગાડવામાં આવી છે,બલેક ફિલમ લગાડવાથી કારની અંદર કોણ બેઠુ છે તે ખબર નથી પડતી. હવે આ અંગે પોલીસે સીસીટીવી આધારે નબીરાઓને ઝડપી લેવા શોધખોળ કરી રહી છે.