રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભુજના બે શખ્સો મુંબઈમાં 40 લાખની જાલી નોટ સાથે પકડાયા

12:02 PM Jul 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

10 લાખની અસલી નોટના બદલામાં 40 લાખની નકલી નોટો બદલાવવાનું કાવતરું ઘડ્યું હતું

મુંબઈ ક્રાઈમ બ્રાંચનું રેલવે સ્ટેશન પાસે સફળ ઓપરેશન

મુંબઈ ક્રાઈમ બ્રાંચે ચર્ચગેઈટ રેલવે સ્ટેશન બહાર દરોડો પાડીને જાલીનોટનું મોટુ રેકેટ પકડી પાડ્યું હતું. આ રેકેટમાં સંડોવાયેલા ગુજરાતના ભૂજના રહેવાસી બે શખ્સોની ધરપકડ કરી વિશેષ પુછપરછ કરતા આ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ બન્ને શખ્સો આશરે 40 લાખની જાલી નોટોના બંડલ કે જેમા ઉપર અસલી નોટ અને નીચે કાગળો રાખી આ જાલી નોટના બદલામાં 10 લાખની અસલી ચલણી નોટનો સોદો કર્યા બાદ તેને વટાવવા માટે આવ્યા હતાં.

મુંબઈના સામાજીક કાર્યકર બિનુ વર્ગીસને મળેલી માહીતીના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાંચને જાણ કરવામા આવી હતી કે, કેટલાક લોકો નકલી ચલણી નોટો સાથે મુંબઈના ચર્ચગેઈટ રેલવે સ્ટેશન નજીક ઉભા છે. જેના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાંંચના ડી.સી.પી. દત્તા નલાવડે અને તેમની ટીમે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે શખ્સો 40 લાખની નકલી ચલણી નોટો સાથે મળી આવ્યા હતાં. પુછપરછમાં આ બન્ને શખ્સો ગુજરાતના ભૂજના વતની હોવાનું જાણવા મળ્યું છે.

નકલી નોટોના બંદલમાં આ ભેજાબાજ શખ્સોએ ઉપર અસલી નોટ ગોઠવી હતી. જ્યારે નીચેના બન્ડલમાં કાગળો ગોઠવવામાં આવ્યા હોય અને આ 10 લાખની અસલી ચલણી નોટના બદલામાં 40 લાખની નકલી ચલણી નોટો આપવાની હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભૂજના બન્ને શખ્સોની વિશેષ પુછપરછ કરી આ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય નેટવર્ક હોવાની શંકા વ્યક્ત કરી છે. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચના ડીસીપી દત્તા નલાવડે અને તેમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.

ભૂજના આ બન્ને શખ્સો મુંબઈમાં લોકલ દલાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ જાલી નોટના બદલામાં 10 લાખની અસલી નોટનો સોદો કર્યો હતો. અને આ 40 લાખની જાલી નોટ પધરાવવા માટે ટ્રેન મારફતે મુંબઈ પહોંચ્યા હતા જ્યાં નક્કી કરેલ જગ્યા ઉપર પહોંચ્યા હતા અને આ નકલી નોટોની ડિલેવરી કરવાની રાહ જોતા હતા ત્યારે જ પોલીસ ત્રાંટકી હતી. ભૂજના બન્ને શખ્સો સાથે જાલીનોટનો સોદો કરનાર મુંબઈના દલાલોની માહિતી ક્રાઈમ બ્રાંચ સુધી પહોંચી ગઈ હતી અને સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે જોડતા આ જાલી નોટના રેકેટમાં ગુજરાતના ભૂજ અને કચ્છના કેટલાક અન્ય લોકોની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરવામા આવી રહી છે. જેના આધારે તપાસ આગળ ધપાવી છે.

Tags :
ake noteBhujBhuj newsfake notegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement