ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અલંગ શિપયાર્ડમાં જહાજમાંથી ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

12:06 PM Mar 29, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજમાંથી થયેલ ચોરીના ગુના માં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે.બનાવની વિગતો એવી છે કે મુકેશભાઇ હરીશચંદ્દ શર્મા રહે.સંસ્કાર મંડળ,ભાવનગરવાળાએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે, D.V.ERICA નામનું ડેડ ક્ધટેનર વેસલ્સ દિવથી ઘોઘાના દરિયાઇ માર્ગે ટગ મારફત ટોઇંગ કરીને અલંગ યાર્ડ પ્લોટ નંબર-78માં લાવવામાં આવતું હતું. તે દરમ્યાન ઘોઘાના દરિયામાં એન્કર પોઇન્ટ ઉપર બોડીંગ કરવા માટે જતાં આ આ ડેડવેસલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રીક કેબલ વાયર, કોપરનો પાઇપ,મેટલના વાલ્વ,ઇલેક્ટ્રીકનો સામાન અને બેરીંગ્સ મળી કુલ કિં.રૂૂ.40,80,000/- ની ચોરી થયેલ છે.

Advertisement

દરમિયાન ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની શોધખોળ ચાલુ કરી તેઓને પકડી લાવી પુછપરછ શરૂૂ કરેલ. આ ચોરીમાં સંડોવાયેલ નીચે મુજબનાં માણસો હાજર મળી આવતાં તેઓની સઘન અને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરવામાં આવેલ.જેમાં આ બંને માણસો ભાંગી પડેલ અને તેઓએ તેના ટોળકીના સરદાર તથા ટોળકીના સભ્યો સાથે મળીને ઉપરોકત ડેડ વેસલમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી સાથે-સાથે આ ચોરીમાં મળેલ મુદ્દામાલ દરિયાની વચ્ચે સંતાડી રાખેલ હોવાથી તેઓને સાથે રાખીને આ ગુન્હામાં
વિક્રમ હરજીભાઇ ગોહિલ ઉ.વ.33 રહે.નિષ્કલંક રોડ, પ્લાન્ટ સ્ટેશન પાસે,કોળીયાક તા.જી.ભાવનગર તેમજ જગદિશ ઉર્ફે ગોપો પ્રવિણભાઇ મેર ઉ.વ.20 રહે.હાથબ તા.જી.ભાવનગર હાલ-વાઘેલા મંડપવાળા ખાંચામાં, સુભાષનગર, ભાવનગર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ બંને પાસેથી પોલીસે ઇલેક્ટ્રીક કેબલ વજન-1100 કિલોગ્રામ કિ.રૂૂ.4,99,500/-નો ચોરાઉ મુદ્દામાલ કબજે કરેલ છે.આ કામગીરીમાં એ.એસ.પી. અંશુલ જૈન, પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, એ.આર.વાળા, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, વી.વી.ધ્રાંગુ, એમ.જે.કુરેશી તથા સ્ટાફના અનિરૂૂધ્ધસિંહ ગોહિલ, અશોકભાઇ ડાભી, મહેન્દ્દભાઇ ચૌહાણ, ભદ્દેશભાઇ પંડયા, મહેન્દ્દસિંહ સરવૈયા, લગ્ધીરસિંહ ગોહિલ, તરૂૂણભાઇ નાંદવા, જયદિપસિંહ રઘુભા,હસમુખભાઇ પરમાર, અરવિંદભાઇ બારૈયા તથા એલ.સી.બી./ એસ.ઓ.જી.ના અન્ય સ્ટાફ સહિતના જોડાયા હતાં.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsShipyard
Advertisement
Advertisement