હડાળા અને અમરગઢ ભીચરીમાં બે પરિણીતાના ગૃહક્લેશથી આપઘાતના પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા હડાળા અને અમરગઢ ભીચરી ગામે રહેતી બે પરણીતાએ ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. આરધાતનો પ્રયાસ કરનાર બન્ને પરણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ હડાળા ગામે રહેતી નિશાબેન હર્ષદભાઈ પરમાર (ઉ.વ.29) અને અમરગઢ ભીચરી ગામે રહેતી મોનીકાબેન મેહુલભાઈ હુંબલ (ઉ.વ.28) પોતપોતાના ઘરે હતી ત્યારે ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. બન્ને પરણીતાનું જેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
અન્ય બનાવમાં ભગવતીપરામાં આવેલી જયનંદનવન સોસાયટીમાં રહેતી ભાગ્યેશ્રીબેન રમેશભાઈ સોલંકી (ઉ.વ.27) ધરમ નગર આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા યશ પરસોતમભાઈ વાઘેલા (ઉ.વ.20) અને આજી જીઆઈડીસીમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા હિતેશ પુજાભાઈ પરમાર ઉ.વ.23 પોતપોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. ત્રણેયની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બનાવ અઁગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.