જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં બે સિંહએ ત્રણ સિંહબાળને મોતને ઘાટ ઉતાર્યા
- સિંહણ બાળકો સાથે માઈન્સ વિસ્તારમાં આવી જતાં ઈનફાઈટ સર્જાઈ, સિંહણને ઈજા
અમરેલીના જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં ત્રણ સિંહબાળના મોત થયાની ઘટના બની છે. સિંહણ તેના બાળકો સાથે માઈન્સ વિસ્તારમાં આવી જતાં સિંહોએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં ત્રણ સિંહબાળના મોત થયા હતાં જ્યારે સિંહણને પણ ઈજા પહોંચાડી હતી. ઘટનાના પગલે વન વિભાગે મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડ્યા હતાં.
શેત્રુંજી ડિવિઝન નીચેના જાફરાબાદ રેન્જના માયન્સ વિસ્તારમાં ગત મોડી રાત્રિના સિંહણ અને સિંહબાળનું ગ્રુપ હોય ત્યારે અન્ય બે નર સિંહ આવી જતા ઈન ફાઈટ થઈ હતી જેમાં ત્રણ થી ચાર માસના 3 સિંહ બાળના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ અને ઈન્ચાર્જ એ.સી.એફ જી એસ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વન વિભાગ નો ફોરેસ્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને માઇ ન્સ વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યુ હતું અને સિંહ બાળનું મોત કયા કારણો સર થયું તે બાબતે તપાસ હાથ ધરી હતી. બે નરસિંહ આવ્યો હોય અને ઈન્ફાઈટ થવાથી ત્રણ સિંહબાળ ના મોત થયાનું હતું તેમજ એક સિંહણને સિંહ દ્વારા ઇજા પહોંચાડી હોવાનું વન વિભાગ ની તપાસમાં ખુલ્યું હતું ત્યારે ત્રણેય સિંહબાળને પીએમ અર્થ ખસેડાયા હતા ત્યારે વધુ સિંહ સાથે ઈનફાઈટ ન થાય માટે વન વિભાગ દ્વારા કાળજી લેવામાં આવી રહી છે.જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં ઈનફાઈટના કારણે અગાઉ પણ અનેક સિંહોના મોત નિપજી ચુક્યા છે. આ પ્રકારની વધુ એક ઘટના ગઈકાલે માઈન્સ વિસ્તારમાં બનવા પામી હતી. જેમાં ત્રણ સિંહબાળના મોતથી વન વિભાગ પણ દોડતુ થઈ ગયું છે.