તળાજાના જુના સાંગાણા ગામના બે સિંહ મહેમાન બન્યા
વહેલી સવારે ડણક સાંભળી ખેડૂતો ફફડી ગયાસગડ મળ્યા છે, નજરે નથી જોવા મળ્યા:RFO
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા સાવજો વિચરણ કરવા વારંવાર આવી રહ્યા છે.દરિયાઈ પટ્ટી ના ઝાંઝમેર વિસ્તારમા ત્રણ સિંહ પરિવારે હાલ ઘણા સમય થી વસવાટ કર્યો છે ત્યારે આજે વહેલી સવારે જુના સાંગાણા ગામની શેરડીના વાઢ છે તે વાડીમા સાવજો એ ડણકદેતા ખેડૂતોમા ફફડાટ ફેલાઈ ગયો હતો.ફોરેસ્ટ વિભાગની ટીમે સગડ ના પગલે ધામા નાખ્યા છે.
જુનાસાંગાણા ગામના અનિરુદ્ધસિંહ સરવૈયા ની વાડીમા આજે વહેલી સવારે અચાનકજ બે સાવજોની ડણક સંભળાઈ હતી.અચાનક સાવજો હુકવા,ગર્જવા ના અવાજ ને લઈ ખેડૂતો એ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા રેન્જ ફોરેસ્ટર રાજુ ઝીંઝુવાડિયા સ્ટાફ સાથે દોડી ગયા હતા.આર.એફ.ઓ એ જણાવ્યું હતુ કે ખેડૂતોએ નઝરે જોયા નું કહે છે.અમોને માત્ર સગડ મળ્યા છે.શેરડીના વાઢ મા ગયા હોવાના સગડ ને લઈ સ્થાનિક યુવાનો પણ સિંહ દર્શન કરવા દોડી આવ્યા હતા.ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતુ કે વાડીમા ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવો તે ગુન્હો બને છે.તેમાંય સિંહ દીપડા જેવા પ્રાણી ને નુકશાન થાય તો વધુ ગંભીર ગુન્હો બને છે.આથી ખેડૂતો એ વીજ કરંટ પસાર કરવો નહીં.
તળાજા ફોરેસ્ટને પારણું બંધાવાની આશા
હાલ તળાજા ની દરિયાઇ પટ્ટી ના મધુવન મેથળા ઝાંઝમેર વિસ્તારમાં બે સિંહણ અને એક સિંહ વસવાટ કરેછે.અહીં તેઓનો સંવનન કાળ પૂરો થયો છે.આથી આગામી મહિનાઓમા સિંહણ અહીં સિંહબાળ ને જન્મ આપશે ને તળાજા પંથકની ધરા સિંહબાળ ના કિલકીલાટ થી ગુંજી ઉઠશે તેવી ઉજળી આશા ફોરેસ્ટ વિભાગ રાખીરહ્યો છે.