GST ચોરી કૌભાંડમાં ઈડીની એન્ટ્રી, રાજકોટ સહિત 23 સ્થળેે દરોડા
રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઈઝ દ્વારા આચરાયેલ બોગસ બિલિંગ કૌભાંડમાં હવાલાનો ગુનો નોંધાતા ખળભળાટ
રાજકોટ-અમદાવાદ-ભાવનગર-જૂનાગઢ-વેરાવળ-સુરત-કોડીનારમાં તપાસ, સરકારી કોન્ટ્રાક્ટરો સાણસામાં
ગુજરાતમાંથી તાજેતરમાં જીએસટી વિભાગે પકડેલ બોગસ બિલીંગ કૌભાંડની તપાસમાં અંતે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ પણ ઝુકાવ્યું છે અને આજે ઈડીની ટુકડીઓ દ્વારા રાજકોટ ઉપરાંત સુરત, જૂનાગઢ, અમદાવાદ, કોડીનાર, ભાવનગર અને વેરાવળ સહિતના શહેરોમાં 23 જેટલા સ્થળોએ સામુહિક દરોડા પાડવામાં આવતા બોગસ બીલીંગના આધારે ટેક્સ ક્રેડીટ લેનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આશરે રૂા. 200 કરોડથી વધુના કૌભાંડમાં એક પત્રકાર સહીત 8 લોકોની ધરપકડ બાદ ઈડી દ્વારા સાંજ સુધીમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવે તેવી પુરી શક્યતા છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારથી જ ઈડીની ટુકડીઓ સૌરાષ્ટ્રભરમાં ત્રાંટકી છે અને વિવિધ જગ્યાએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અગાઉ ગુનો નોંધાયા બાદ હવે ઈડીએ મનીલોન્ડરીંગ એટલે કે હવાલાનો ગુનો નોંધ્યો છે.
તાજેતરમાં ગત તા. 7 ઓક્ટોબરના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજકોટની ધ્રુવી એન્ટરપ્રાઈઝ દ્વારા આચરવામાં આવેલા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં અને રાજકોટ ઉપરાંત સુરત, જૂનાગઢ, અમદાવાદ, પોરબંદર, ભાવનગર, સોમનાથ સહિતના સ્થળોએ નોંધાયેલી 12 સરકારી કોન્ટ્રાક્ટર પેઢીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને રાજ્યવ્યાપી દરોડા બાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં જીએસટી ઇન્ટેલીજન્સ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ફરિયાદ પ્રમાણે અલગ-અલગ અગિયાર સરકારી કોન્ટ્રાક્ટરો રાજકોટમાં શાપર પાસે કોરાટના નાકે રોટોમેક ફોર્જિંગ પાસે, દુકાન નં.4ના નામે સરનામું ધરાવતી ધ્રૂવી એન્ટરપ્રાઇઝ નામની પેઢી પાસેથી લોંખડના બોગસ બીલો લેતા હતા.
માલ મગાવ્યા વિના જ ફક્ત ઇવે બીલ જનરેટ કરીને આ વ્યવહારો કરવામાં આવતા હતા. આ ધ્રૂવી એન્ટરપ્રાઇઝના રજીસ્ટ્રેશન માટે આપેલ ભાડા કરાર ડમી હોવાનું ખુલ્યું હતું. જેના પગલે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ધ્રૂવી એન્ટરપ્રાઝના પાન નંબર ઉણઝઙખ1092ખના આધારે ગુજરાતમાં એક તેમજ મહારાષ્ટ્રમાં ત્રણ અને તમિલનાડુમાં બે કંપનીઓ ખુલવામાં આવી હતી.
આ કંપનીઓમાંથી ગુજરાત સહિતના રાજ્યોમાં સરકારી કોન્ટ્રાક્ટરોને અબજો રૂૂપિયાના ખોટા બીલ આપીને ક્રેડિટ પાસઓેન કરી દેવામાં આવતી હતી. ધ્રૂવી એન્ટરપ્રાઇઝ કંપની નેમીશ ટ્રેડર્સ અને સોલંકી ઇન્ટરપ્રાઇઝ નામની બે પેઢી પાસેથી ખરીદીના બીલો લેતી હતી અને સામે અગિયાર અલગ-અલગ સરકારી કોન્ટ્રાક્ટરોને વેચાણ બીલ આપતી હતી. જીએસટીના અધિકારીઓએ વધારે તપાસ કરતા માલુમ પડ્યુ કે, ધ્રૂવી એન્ટરપ્રાઇઝ ફક્ત એક જ રાજ્યમાં નહીં પરંતુ અલગ-અલગ ઘણા રાજ્યોમાં બોગસ બીલિંગનું કામ કરે છે. હવે આ પ્રકરણમાં ઊઉએ એન્ટ્રી કરતા બોગસ બિલિંગ કરનારાઓમાં ફાફળાટ ફેલાઈ ગયો છે.
હવાલાનો ગુનો નોંધાતા પોતાના નામે રહેલી મિલકતો સગે-વગે કરવા દોડધામ
જીએસટી બોગસ બીલીંગ કૌભાંડમાં હવે પ્રીવેન્સન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. PMLA હેઠળ એરફોર્સમેન્ટ ડીરેક્ટર (ઈડી) કૌભાંડીઓની મિલ્કત, રોકડ સહિતની વસ્તુ જપ્તી કરી શકે છે. આ ઉપરાંત PMLA હેઠળ જપ્ત કરાયેલ મિલ્કત જ્યાં સુધી કોર્ટ કેસ ચાલે ત્યાં સુધી છોડાવી શકાતી નથી. જેથી આ કૌભાંડમાં સંડોવાયેલા વ્યક્તિઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અને ઝડપથી પોતાના નામે રહેલ મિલ્કત અન્ય દૂર ભરોસાપાત્ર વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવાનું ચાલુ કરી દીધું છે.