ભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા પવનચક્કી નજીક એક દીપડા નો મૃતદેહ મળ્યો હતો. જે ફોટા વાયરલ થયા હતા એ જોતા અર્ધડાટેલ હોવાનું સામેં આવ્યું હતું.ગ્રામજનો ની વાત,ફોરેસ્ટ ની તપાસ ને લઈ મોત ને લઈ અનેક સવાલો ઉભાથયા છે.
સિંહ ના ગાય પર હુમલા ની ઘટના આજે સવારે સામે આવી હતી.નજીકના દાતરડ ભેગાળી ગામ વચ્ચે લાલ ટીમબા આશ્રમ ખાતે આવેલ ગૌશાળા ની ગાય પર બે સિંહ એ આવી ને હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં આ પ્રકાર ની પ્રથમ ઘટના બની હતી.આર.એફ.ઓ રાજુ ઝીંઝુવાડિયા એ જણાવ્યું હતુંકે બે પાઠડા સિંહ રાજસ્થળી તરફ થી આવ્યા છે.તેણે ગાયને ઇજા કરી છે. બીજી દીપડાના મોત ની ઘટના સામે આવી છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ જણાવ્યુ હતુંકે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય તો રૂૂંવાટી બળી જાય તેવા કોઈ ચિહ્નો જોવા મળતા નથી. પ્રાથમિક તારણ એવું માનવામાં આવે છેકે ઇન ફાઈટ અથવા તો અકસ્માત ને લઈ ગંભીર ઇજાઓ થઈ હોય બાદ અહીં આવતા દીપડા એ દમ તોડી દીધો હોય.જોકે દીપડા ના મૃતદેહ ને રાણીગાળા એનીમલ કેર સેન્ટર ખાતે પી.એમ અર્થે લઈ જવામા આવશે.પી.એમ રિપોર્ટ મા દીપડા ના મોત નું સાચું કારણ જાણવા મળશે.