For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના દરિયામાં તૂટી પડેલો હેલિકોપ્ટરમાં બે જવાન શહીદ

11:55 AM Sep 04, 2024 IST | Bhumika
પોરબંદરના દરિયામાં તૂટી પડેલો હેલિકોપ્ટરમાં બે જવાન શહીદ
Advertisement

અન્ય બેનો બચાવ, હેલિકોપ્ટરનો કાટમાળ પણ મળી આવ્યો

પોરબંદરના દરિયામાં ગઇકાલે દિવસ ભર ચાલેલી શોધખોળમાં બપોરના સમયે બીજા એક ક્રૂ મેમ્બર મળી આવ્યો હતો. જેને પણ જામનગર આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સતત શોધખોળના પરિણામે અરબી સમુદ્રમાંથી પોરબંદર સમુદ્રમાં ક્રેશ થયેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે અને બે જવાનોના પણ મૃતદેહ મળી આવ્યા હતાં.

Advertisement

માલવાહક જહાજના ક્રૂ મેમ્બરની મેડીકલ ઈમરજન્સીને લઈને બચાવ માટે અરબી સમુદ્રમાં ગયેલ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તુટી પડ્યું હતું. આ ઘટનામાં કોસ્ટગાર્ડના બે જવાન શહીદ થયા છે. જ્યારે બેને બચાવી લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ અરબી સમુદ્રમાં તુટી પડેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં સવાર ક્રૂ મેમ્બરની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં સૌ પહેલા એક ક્રૂ મેમ્બર મળી આવ્યો હતો. જેને તાકીદે જામનગર આર્મી હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

ગઇકાલે દિવસ ભર ચાલેલી શોધખોળમાં બપોરના સમયે બીજા એક ક્રૂ મેમ્બર મળી આવ્યો હતો. જેને પણ જામનગર આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સતત શોધખોળના પરિણામે અરબી સમુદ્રમાંથી પોરબંદર સમુદ્રમાં ક્રેશ થયેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. નવા બંદર નજીક રાત્રે માલ વાહજ જહાજના ક્રૂને મેડિકલ ઇમરજન્સી માટે હેલિકોપ્ટર મદદે પહોંચ્યુ હતું. મદદે પહોંચેલ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આજે સવારથી હેલિકોપ્ટરના એર ક્રૂ અને કાટમાળની શોધખોળ ચાલી રહી હતી. આજે સાંજે કોસ્ટગાર્ડના જહાજે હેલિકોપ્ટરના પંખા શોધી લીધા હતા. હજુ પણ બીજા કાટમાળની શોધખોળ ચાલી રહી છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડને, અરબી સમુદ્રમાં રહેલ માલવાહક જહાજના ક્રૂ મેમ્બરને મેડીકલ ઈમરજન્સીનો કોલ મળ્યો હતો. જેથી કોસ્ટગાર્ડ ગતા રાત્રે 11.30 કલાકે હેલિકોપ્ટરમાં રેસ્કયુ અર્થે ગયું હતું. આ સમયે હેલિકોપ્ટર એ.એલ.એચ 863 માં કોસ્ટગાર્ડના ચાર જણા બચાવ માટે નીકળ્યા હતા.

હેલિકોપ્ટર દ્વારા માલ વાહક જહાજમાંથી ક્રૂ મેમ્બરનુ રેસ્ક્યુ કરવામાં આવે તે પહેલા એ.એલ.એચ 863 માં ખામી સર્જાઈ હતી. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં તે સમયે ચાર એર ક્રૃ સવાર હતા. જે તમામે તમામ હેલિકોપ્ટર સાથે અરબી સમુદ્રમાં પડી ગયા હતા. શરૂઆતના તબક્કે ચારમાંથી એક ક્રૃ મેમ્બર મળી આવેલ હતો. જેમને બચાવીને જામનગરની આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement