ગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડ
ભારતના 35 અધિકારીઓમાં ગુજરાત કેડરના નીરજા ગોટરૂ રાવ અને મનોજ શશિધરનો સમાવેશ
કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં દેશભરના કુલ 35 આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અથવા તેના સમકક્ષ પદ માટે એમ્પેનલ્ડ કર્યા છે. જેમાં ગુજરાત કેડરના બે આઇપીએસ અધિકારીનો સમાવેશ થાય છે, જે અનુસાર ગુજરાતના 1993 અને 1994ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી નીરજા ગોટરૂૂ રાવ અને આઈપીએસ મનોજ શશિધર કેન્દ્રમાં ડાયરેક્ટર જનરલ એને ડાયરેક્ટર જનરલની સમકક્ષ પોસ્ટ પર એમ્પેનલ્ડ થયાં છે.
કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુજરાત કેડરના બે તેજસ્વી આઈપીએસ અધિકારીઓ આઈપીએસ નીરજા ગોટરૂૂ રાવ અને આઈપીએસ મનોજ શશિધર સહિત દેશભરના કુલ 35 આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અથવા તેના સમકક્ષ પદ માટે એમ્પેનલ્ડ કર્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા 29 જુલાઈ, 2025 ના રોજ બહાર પાડવામાં યાદીમાં આઈપીએસ જ નીરજા ગોટરૂૂ રાવ, જેઓ ગુજરાત કેડરના 1993 બેચના અધિકારી છે, તેમનો સમાવેશ થયો છે. હાલમાં તેઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન અને પોલીસ ટ્રેનીંગનો વધારાનો ચાર્જ સંભાળે છે. તેમની સ્વચ્છ છબી અને કાર્યદક્ષતા માટે તેઓ ગુજરાત પોલીસ તંત્રમાં જાણીતા છે.
બીજા અધિકારી આઈપીએસ મનોજ શશિધર જેઓ ગુજરાત કેડરના 1994 બેચના અધિકારી છે, તેમનું પણ એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યું છે. તેઓ હાલમાં કેન્દ્રમાં સીબીઆઈ ના એડિશનલ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.
કારકિર્દીના પ્રારંભથી જ ખૂબ તેજસ્વી એવા આઈપીએસ મનોજ શશિધર માટે કેન્દ્રમાં હવે ટોપ પોસ્ટ માટેના દરવાજા ખુલી જાય તો નવાઈ નહીં. આ બન્ને આઈપીએસ અધિકારીઓ પર અભિનંદનનો અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ એમ્પેનલમેન્ટ આ અધિકારીઓ માટે કેન્દ્ર સરકારમાં ઉચ્ચ સ્તરીય પદો પર નિમણૂક માટેનો માર્ગ મોકળો કરશે, જે તેમની લાંબી અને સમર્પિત સેવાને માન્યતા આપે છે.