નિવૃત્ત ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર સહિત બેનાં હાર્ટફેઈલ
રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશ મેઈન રોડ ઉપર રહેતા ઈન્કમટેક્સના નિવૃત ઈન્સ્પેક્ટર રામજીભાઈ મેઘજીભાઈ ખેતલિયા (ઉ.વ.77) સવારે 10:30 વાગ્યે જ્યુબેલી શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા ત્યારે હાર્ટએટેક આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. વૃદ્ધની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક ચારભાઈ એક બેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે.
બીજા બનાવમાં શાપર-વેરાવળમાં રહેતા દિવાકર રાજેન્દ્રભાઈ બગવય નામનો 32 વર્ષનો યુવાન વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું ફરજપરના તબીબે જાહેર કરતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---