For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માર્કેટ યાર્ડના વેપારીઓને ઇન્કમટેકસની સામૂહિક નોટિસોથી દેકારો

05:46 PM Jan 13, 2025 IST | Bhumika
માર્કેટ યાર્ડના વેપારીઓને ઇન્કમટેકસની સામૂહિક નોટિસોથી દેકારો

ખેડૂતોને કરેલા તમામ ચૂકવણાને આવક ગણી લઇ ઇન્કમટેકસ ભરવા નોટિસો ઠપકારી દીધી

Advertisement

બે ટકા કમિશન સામે 4900 ટકા આવક વધુ આકારી લીધી, ચીફ કમિશનરને આવેદન પાઠવી કરાઇ રજૂઆત

રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારીઓને ઇન્કમટેકસ દ્વારા સામુહિક નોટીસ ફટકારતા દેકારો બોલી ગયો છે. ઇન્કમટેકસની નોટીસ મળતા વેપારીઓ આગબબુલા થઇ અને રાજકોટ ખાતેની કચેરીએ દોડી ગયા હતા અને આવક બાબતે આઇટી વિભાગ દ્વારા ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું છે તેવું આવેદન ચીફ કમિશનરને પાઠવવામાં આવ્યું છે.

Advertisement

આ અંગે રાજકોટ યાર્ડના સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીના સોદાઓ કમિશન એજન્ટો દ્વારા થતા હોય છે. જેમાં એજન્ટોને બે ટકા કમિશન નકકી કરવામાં આવ્યું છે અને તે પણ માર્કેટ યાર્ડ જ નકકી કરે છે. આ કમીશનને આયકર વિભાગે આવક ગણી લીધી છે અને નોટીસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ રજુ કરવા સુચના આપવામાં આવી છે જે ખરેખર અન્યાય કર્તા છે.

વધુમાં વેપારીઓએ જણાવ્યું હતું કે 149 કલમ હેઠળ વેંચાણને કુલ આવક ગણી નોટીસ ફટકારવામાં આવી છે. કમીશનમાં ખેડુતને ચુકવેલ નાણાને પણ ગણી લેવાતા આવક 4900 ટકા વધુ આકારી લીધી હોય જ અંતર્ગત નોટીસ ફટકારવામાં આવી છી.

ખરેખર કમિશન એજન્ટને આવક નથી હોતી પરંતુ બે ટકા કમિશન જ હોય છે તેમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ખોટુ અર્થઘટન કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

વધુમાં એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું છે કે આયકર વિભાગ દ્વારા કમિશન એજન્ટોને રૂા.90 લાખથી રૂ.4 કરોડ સુધીની નોટીસ ફટકારવામાં આવી છે. અમને થોડો સમય આવપો અથવા અમારે શું કરવું તે બાબતે 48 કલાકમાં જવાબ આપો, ખરેખર આવી આવક હોતી જ નથી. વેપારીઓને ખોટી હેરાનગતી કરવામાં આવે છે.
આખા વરસની 10 લાખ કમિશન થતું નથી અને 90 લાખની નોટીસ કેટલી વ્યાજબી છે. આ નોટીસ રદ કરવા માટે ચીફ કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરાઇ છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી જવાની અમારી તૈયારી છે
આવકવેરા વિભાગ દ્વારા કમિશન એજન્ટોને રૂા.90 લાખથી રૂા.4 કરોડની નોટીસ ફટકારવામાં આવી છે તે રદ કરવા માટે આજે રાજકોટ આવકવેરા વિભાગની કચેરી ખાતે રજુઆત કરી છે અને અહીંથી અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી ખાતે આવકવેરા વિભાગની કચેરી ખાતે રજુઆત કરીશું અને ન્યાય માટગે માંગ કરીશું.
- જયેશ બોઘરા, ચેરમેન રાજકોટ માર્કેટીંગ યાર્ડ

ન્યાય નહીં મળે તો યાર્ડ બંધ પણ કરી દઇશું
રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા જે નોટીસ ફટકારવામાં આવી છે તે અન્યાયકર્તા છે. આટલી તો કમિશનોને આવક પણ નથી. આ નોટીસ રદ કરવા આજે આવેદન પાઠવી માંગ કરવાામં આવી છે અને આગામી દિવસોમાં નોટીસ રદ કરવામાં નહીં આવે તો રાજકોટ માર્કેટ યાર્ડ બંધ પણ કરી દઇશું.
અતુલ કામાણી, પ્રમુખ રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસો.

Advertisement
Tags :
Advertisement
Advertisement