રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાયલ હોસ્પિટલના CCTV હેક કરનાર મહારાષ્ટ્રના બે હેકર્સ ઝડપાયા

03:49 PM Feb 19, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

આઇ.પી. એડ્રેસ પરથી કેમેરા હેક કર્યાનો ઘટસ્ફોટ, ટેલિગ્રામ અને યુટયુબ પર વીડિયો વેચવાનું દેશવ્યાપી રેકેટ

Advertisement

રાજકોટના 1પ0 ફુટ રોડ પર આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલના મહીલા દર્દીઓના વિડીયો વાઇરલ થયા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમા નોંધાયેલી ફરીયાદને આધારે તપાસ કરવામા આવતા આ કૌભાંડમા સંડોવાયેલા બે હેકરોની માહીતી મળી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમે મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીમાથી બે હેકરોની ધરપકડ કરી છે બંનેની પુછપરછમા ચોકાવનારા ખુલાસા થયા છે. આ રેકેટ ગુજરાત નહી પણ રાજય વ્યાપી અને આંતરરાષ્ટ્રીય હોવાનો પર્દાફાશ થયો છે. પાયલ હોસ્પિટલ જ નહી પણ દેશની અનેક હોસ્પિટલોના આઇપી એડ્રેસ હેક કરી રપ00 થી વધુ વિડીયોને યુટયુબ અને ટેલીગ્રામમા વેચી નાખવાનો મોટો ખુલ્લાસો થયો છે. આ બંને હેકરોની પુછપરછમા આવા વિડીયો ખરીદનાર ટેલીગ્રામ ચેનલના એડમીન સામે પણ કાર્યવાહી થઇ શકે છે.

રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના વાયરલ થયેલા વિડીયો મામલે મહીલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા હતા. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરી મહારાષ્ટ્રના સાંગલીમાથી પ્રગ્નેશ પાટીલ અને લાતુરના પ્રજજવલ તૈલીની ધરપકડ કરી હતી.

આ બંને હેકરોની પુછપરછમા રાજકોટ જ નહી પણ દેશની અન્ય મોટી હોસ્પિટલોના આઇપી એડ્રસને હેક કરીને આવા વિડીયોને ટેલીગ્રામ ચેનલ અને યુટયુબમા વેચવામા આવ્યાનુ તપાસ દરમ્યાન ખુલ્યુ છે. આ બંને હેકરો આવા વિડીયો માટે રૂપીયા લેતા હતા. આવા વિડીયો જોવા માટે ટેલીગ્રામમા પેઇડ ચેનલ બનાવી તેનુ 8 થી 10 હજારનુ સબ સ્ક્રીપ્શન લેતા હતા. આ કૌભાંડમા હજુ પણ વધુ ધરપકડો થઇ શકે છે. સાયબર ક્રાઇમ અમદાવાદની એક ટીમ હજુ પણ યુપીમા તપાસ ચલાવી છે. આ કૌભાંડના છેડા યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને આસામ તરફ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ પ્રકરણને લઇને રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલોના તબીબોની પણ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ પુછપરછ કરી રહી છે. આવા વિડીયો સોશ્યલ મિડીયામા વાઇરલ કરી મહીલાઓની પ્રાઇવસીના ભંગ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો છે. ત્યારે આવા હેકર્સ સાથે સંપર્ક ધરાવતા અને આવા વિડીયોને વેચતા તત્વો વિરૂધ્ધ મોટુ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ છે.

સીસીટીવી કાંડનો વિધાનસભામાં પડઘો, 24મીએ ખાસ ચર્ચા
ગાંધીનગરમાં આજથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે જ ગૃહમાં રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડ અને અમેરિકાથી ભારતીય નાગરિકોને હાથકડી બેડી બાંધવાનો મુદ્દો ગાજયો હતો. વિરોધપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ સવારે ગૃહ શરૂ થયા પહેલા હાથકડી અને એપરન બાંધી વિધાનસભાની લોબીમાં સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન યોજયું હતું. આ ઉપરાંત વિધાનસભા શરૂ થતા જ વિપક્ષી નેતા અમિત ચાવડો આર્ટિકલ 116 મુજબ નોટીસ આપી રાજકોટની પાયલ હોસ્પીટલના મહીલા દર્દીઓના ચેકપના વાઇરલ થયેલા વીડીયો અંગે ચર્ચાની માંગણી કરતા સરકાર પણ માંગણી સાથે સહમત થઇ હતી અને આ મુદ્દે તા.24મી વિધાનસભામાં ચર્ચા કરવાની જાહેરાત કરી હતી.

Tags :
cctv camera hackedgujaratgujarat newspayal hospital CCTVpayal hospital video viralrajkotrajkot news
Advertisement
Advertisement