ગુજરાત ભાજપના બે સાંસદોને લોકસભામાં દંડકની જવાબદારી
ગુજરાતના બે સાંસદોને દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપી સાંસદ ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને લોકસભા માટે ભાજપનાં સંસદીય દળ દ્વારા બંને સાંસદોને આ મહત્ત્વની જવાબદારી સોંપાઈમાં આવી છે.
ગુજરાતના બે સાંસદ અને ભાજપ નેતા ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને ભાજપના સંસદીય દળ દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્ય દંડક તરીકે ડો. સંજય જૈસ્વાલની પસંદગી કરવામાં આવી છે.લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ 16 જેટલા સાંસદોને દંડક બનાવ્યા છે. આ 16 પૈકી ગુજરાતનાં બે સાંસદોને દંડકની જવાબદારી સોંપવામાં આવી છે.
દેવુસિંહ ચૌહાણ ખેડા જિલ્લાથી BJP સાંસદ છે. જ્યારે ધવલ પટેલ વલસાડ જિલ્લાથી સાંસદ છે. ત્યારે હવે પાર્ટી દ્વારા તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી સંસદીય દળ દ્વારા બેઠક યોજી ચર્ચા-વિચારણા કરી દેશભરમાં 16 સાંસદોને દંડક બનાવ્યા છે, જેમાંથી બે સાંસદ ગુજરાતથી છે.