બગસરા નગરપાલિકા દ્વારા બનાવામાં આવેલ પુલમાં એક સાથે બે-બે ગાબડાં
બગસરા પાલિકા દ્વારા મેઘાણી હાઈ સ્કુલની પાછળ બનાવામાં આવેલ પુલમાં એકી સાથે બે બે ગાબડાં પડતાં લોકોને ત્યાંથી પસાર થવા માટે પોતાનો જીવ ચપટીમાં લઇને નીકળવુ પડે છે. જ્યારે આ પુલને હજુ માત્ર એક વર્ષ કરતા પણ ઓછો સમય ગાળો વિત્યો હસે ત્યાંતો આ પુલની હાલત કફોડી બની ગઈ છે.જ્યારે આ પુલ માં એક સાથે બે બે ગાબડાં પડ્યા અને પુલ ની સાઇડ ની રેલીંગ પણ તૂટી ગયેલ છે.જેના લીધે ગમે ત્યારે ભયંકર અક્સ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.પાલિકા દ્વારા શહેરમાં ચાલતા અનેક વિકાસના કામોમાં ફક્ત ને ફક્ત પદાધિકરીઓ પોતાના ઘર અને પોતાનો જ વિકાસ થઈ રહેલ હોઈ તેવું લાગી રહેલ છે.
જ્યારે આ પુલ 9.18 લાખ જેવી માતબર રકમથી તૈયાર થયેલ છે.પરંતુ સરકારના આ રૂૂપિયાનું આંધણ થઈ ગયું હોઈ તેવું લાગી રહેલ છે. જ્યારે આ પુલ 2023ના 12 મહિનામાં જ બનાવવામાં આવ્યો હતો પરંતુ પાલિકા અને રવિરાજ ક્ધસ્ટ્રક્શન અમરેલીની મિલી ભગતના કારણે આ પુલની હાલત કફોડી બની ગઈ છે. જ્યારે આ મેઘાણી હાઈ સ્કુલની પાછળ રહેતા લોકોને ત્યાંથી પસાર થવામાં ભય લાગી રહેલ છે. ગમે ત્યારે અક્સ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. જ્યારે સત્તાધીશો દ્વારા સરકારના રૂૂપિયાનું આંધણ કરી રહ્યા હોય અને ફક્ત પોતાના ઘરનો જ વિકાસ થતો હોય તેવું લાગી રહયું છે. જ્યારે આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા કહેવામાં આવેલ છેકે આ પુલને હજુ તો એક વર્ષ પણ પુર્ણ નથી થયું ત્યાંતો બીજી વખત તૂટી ગયેલ છે.
જ્યારે એક વખતતો પાલિકા દ્વારા માટી નાખીને રિપેર કરવામાં આવેલ હતો પરંતુ હવે તો એકી સાથે બે બે ગાબડાં પડ્યાં છે.ત્યારે પાલિકા દ્વારા આ પુલને ફરી વખત બનાવવામાં આવે તેવી અહીંના લોકો દ્વારા માંગ ઉઠી છે.