For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડામાં અને વડવાજડીમાં જુગારના બે દરોડા, 4 મહિલા સહિત 15 ઝડપાયા

03:42 PM Oct 10, 2024 IST | admin
મેટોડામાં અને વડવાજડીમાં જુગારના બે દરોડા  4 મહિલા સહિત 15 ઝડપાયા

એક જ દિવસમાં પોલીસના બે સ્થળે દરોડામાં રૂ.54 હજારની રોકડ કબજે

Advertisement

રાજકોટ નજીક મેટોડા અને વડવાજડીમાં પોલીસે બાતમીના આધારે જુગારના બે દરોડા પડયા હતા જેમાં જુગાર રમતી 4 મહિલા સહિત 15ને ઝડપી લઇ રૂૂ.54 હજારનો મુદામાલ કબજે કયો હતો.
મેટોડા પોલીસે પડેલા દરોડામાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર 1 પાસે આવેલ અજંલિ પાર્કમાં કલાપી એપાર્ટમેન્ટ પાસે પાડેલ દરોડામાં જુગાર રમતી જયશ્રીબેન કેતનભાઈ વેગડા, અશોક કરશનભાઈ માકડિયા, હરિશ માલદેવભાઈ શીર, વસંત બાબુભાઇ દાફડા અને અરશી માધાભાઈ અમેડાને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 24 હજારની રોકડ સહિતની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં વડવાજડી ગામે જુગારધામ ચાલતું હોવાની માહિતીને આધારે મેટોડા પોલીસ દરોડા પાડી જુગાર રમતી કિરણબેન અરવિંદભાઇ ઝાલા, મંજુબેન રમેશભાઇ બાબરિયા, ગીતાબેન નરેશભાઈ પરમાર, અરવિંદભાઇ કાનાભાઈ ઝાલા, સુરેશ નાઝાભાઈ રાઠોડ, બુધેશ રૂૂડાભાઇ ઝાલા, ખીમજી કમાભાઇ રાઠોડ, સુખા ભીખાભાઈ પરમાર, દિનેશ માકાભાઈ ઝાલા, નરેશ મંગાભાઇ પરમારને ઝડપી લઇ તેની પાસેથી રૂૂ.30 હજારની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement