ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેર વિસ્તારમાં જુગારની બે ક્લબ ઝડપાઇ: ત્રણ સ્થળોએ પોલીસના દરોડામાં 24 ઝડપાયા

11:50 AM Aug 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં મોરબી એલસીબી અને તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડી ફેકટરીના ગોડાઉનમાં તથા વાડીની ઓરડીમાં ચાલતી બે જુગારની ક્લબ તથા અન્ય એક સ્થળએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કુલ 24 પત્તા પ્રેમીઓને ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર ઇમ્પેરીયલ્સ હોટલની બાજુમાં સેનીટેક સેનીટરીવેર (રાધે આર્ટસ)ના ગોડાઉનમાં આરોપી રાજેશભાઇ જીવરાજભાઇ મેંદપરાની જુગારની ક્લબમાં દરોડો પાડી આરોપી રાજેશભાઇ જીવરાજભાઇ મેંદપરા, ચંદ્રકાંતભાઇ બચુભાઇ સાદરીયા, દીપ્તેશભાઇ જગજીવનભાઇ વામજા, વાસુદેવભાઇ મગનભાઇ ગઢીયા અને રસીકભાઇ ચતુરભાઇ ઘેટીયા (રહે. તમામ મોરબી)ને તીનપતિનો જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 6,04,500 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે અગાભી પીપળીયા ગામની બોળીયા સીમમાં આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા પોતાની વાડીની ઓરડીમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડી આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રુષ્ણસિંહ ભુપતસિંહ જાડેજા, ગૌરવભાઇ નરોત્તમભાઇ રાજગોર, રૂષભભાઇ પ્રવીણભાઇ પાનસુરીયા, રાજેશભાઇ બચુભાઇ કાસુન્દ્રા, સામતભાઇ પાલાભાઇ બાળા, ઇસ્માઇલભાઇ જીવાભાઇ વકાલીયા, વીજયભાઇ ભગવાનભાઇ ભાણીયા, રાહીલભાઇ ગોવીંદભાઇ ભાણીયા, જયેશભાઇ હીરજીભાઇ પેઢડીયા, ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા અને હરેશભાઇ ઉર્ફે હકાભાઇ ચતુરભાઇ કલોલાને તીનપતિનો જુગાર રમતાં રોકડ રકમ રૂ.4,80,000, 11 મોબાઇલ ફોન તેમજ એક ઇકો કાર સહિત કુલ રૂ.6,69,500ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે કોટડા નાયાણી ગામે રામદેવપીરના મંદીર પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સતાભાઇ કડવાભાઇ વરૂ, પરાક્રમસિંહ હાલુભા જાડેજા, યાકુબભાઇ બોદુભાઇ કાતીયાર, કાળુભાઇ દેવજીભાઇ રાઠોડ, કીરીટસિંહ પ્રવીણસિંહ જાડેજા, પ્રકાશભાઇ હશુભાઇ ધ્રાંગધરીયા અને રમજાનભાઇ અભરામભાઇ ઠેબાને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ.27,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
gamblinggujaratgujarat newsWankanerWankaner news
Advertisement
Advertisement