For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી ભાજપમાં જોડાયા

06:20 PM Mar 11, 2024 IST | Bhumika
બે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી ભાજપમાં જોડાયા
  • ઝઘડિયાથી મહેશ વસાવા, પાલનપુરથી મહેશ પટેલ, છબીલદાસ મહેતાના પુત્રી નીતાબેન મોદી સહિત અનેક કાર્યકરોના કેસરિયા

લોકસભા પહેલા ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો શરૂૂ થયો છે, આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના કમલમમાં એક મેગા વેલકમ પાર્ટીનું આયોજન કરાયુ હતુ, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં દિગ્ગજ નેતાઓએ ભાજપ જોઇન કર્યુ છે, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિત હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા છે, આ તમામનું સીઆર પાટીલે ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યુ છે.

Advertisement

આજે ગાંધીનગરમાં કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી. આજેની વેલકમ પાર્ટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ વેલકમ પાર્ટીમાં પૂર્વ ખકઅ મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના પુત્રી નીતાબેન મોદી પણ આજે ભાજપમાં જોડાયા છે. આજે સંજયભાઈ મોરી ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂૂચ જિલ્લાના એએપીના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

ટ્રાયબલ બેલ્ટમાં આમ આદમી પાર્ટીને હંફાવવા તૈયારી
ભારતીય ટ્રાયબલ પાર્ટીના (બીટીપી) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાન માજી ધારાસભ્ય મહેશ વસાવા આજે ભાજપમાં જોડાયા છે. મહેશ વસાવા નરેન્દ્ર મોદીની વિચારધારાને અપનાવવા જઈ રહ્યા છે. તેમની સાથે 500થી વધુ કાર્યકરો કમલમ ખાતે કેસરિયા કરવાની તૈયારી બતાવી છે. ગુજરાતના ટ્રાયબલ બેલ્ટ પર છોટુ વસવાનું એકહથ્થુ રાજ રહ્યું છે. જોકે, છોટુ વસાવાનો મોટા પુત્ર મહેશ વસાવાએ પિતાની વિચારધારા છોડીને ભાજપમાં જોડાયા છે. જેનાથી આમ આદમી પાર્ટીના ટ્રાયબલ બેલ્ટ પર પ્રભુત્વને ઘટાડવામાં આવે.

Advertisement

અરવિંદ લાડાણી ગુરુવારે કરશે કેસરિયા
જ્યારે માણાવદર બેઠકના કોંગ્રેસના પૂર્વ એમએલએ અરવિંદ લાડાણી 14મી તારીખે વંથલીથી પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરી શકે છે. લાડાણી ભાજપમાં જોડાય એ પહેલાં જ તેમણે એવી જાહેરાત કરી દીધી હતી કે તેઓ પેટાચૂંટણી લડશે. અરવિંદ લાડાણીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં માણાવદર સીટ પરથી પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હરાવી દીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement