ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદના કડિયાણા ગામે વોંકળામાં ડૂબી જતાં બે કૌટુંબિક ભાઇના મોત

12:35 PM May 31, 2025 IST | Bhumika
Advertisement

ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે યુવાનો નદી, કેનાલ કે તળાવમાં ગરમીથી રાહત મેળવવા માટે ન્હાવા જતાં હોય છે પરંતુ ઘણી વખત અજાણી જગ્યાએ ન્હાવા પડી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. આવોજ એક બનાવ હળવદ તાલુકાના કડીયાણા ગામે પણ કંઈક આ જ પ્રકારની ઘટના સામે આવી છે. જ્યાં કાકા-બાપાના ભાઇઓ વોકળામાં ન્હાવા ગયેલા કૌટુંબિક ભાઇઓ ડુબી જતાં મોત નીપજ્યું હતું.

Advertisement

હળવદ તાલુકાના કડીયાણા ગામના બે કૌટુંબિક ભાઇઓ શુક્રવાર સવારે નવ વાગ્યાની આજુબાજુએ વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં ન્હાવા જતા ડૂબી જતા મોત નીપજ્યું છે. કડીયાણા ગામે રહેતા આદિત્યભાઈ મુન્નાભાઈ (રાતડીયા) ભરવાડ (ઉ.વ.13), પ્રિન્સ મુકેશભાઈ(રાતડીયા) ભરવાડ (ઉ.વ.12) બંને સગા કાકા ભઈઝીના ભાઈઓ થાય છે. બંને ભાઇઓ દાદા સાથે ગામના પાદરમાં આવેલા તેમના ખેતરે ગયા હતા.
દાદા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ખેતરની બાજુમાંથી જ પસાર થતા વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં આદિત્ય અને પ્રિન્સ બંને ન્હાવા પડયા હતા. જોતજોતામાં બંને અચાનક ડુબવા લાગતા તેના સાથી મિત્રએ તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો અને પરીવારજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા.

બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢી ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારજનો માં દુ:ખના વાદળો તુટી પડયા હતા. નાના એવા કડીયાણામાં શોકનું મોજું વ્યાપી ગયું હતું. બનાવને પગલે હળવદ પોલીસ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ હતી, બંને બાળકોના મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. બંને બાળકોના મોતથી

Tags :
deathgujaratgujarat newsHalvadHalvad news
Advertisement
Next Article
Advertisement