રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢ ફાયર એનઓસી કૌભાંડમાં બે કર્મચારીઓની ધરપકડ

12:39 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢ ફાયર શાખાના અધિકારી દ્વારા ફાયર એનઓસીને લઈને ઘણી બધી નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી જેના ભાગરૂૂપે મીત ઇન્ફ્રા નામની પેઢીએ ફાયર વિભાગની પ્રી એનઓસી રજૂ કરતા આ એનો સીએ અંગે ખરાઈ કરતા કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ ફાયર શાખાને ન મળતા ફાયર ઓફિસર દિપક જાનીએ આ બોગસ એનઓસી ઉભી કરાયા અંગેની ફરિયાદ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરતા બી ડિવિઝન પોલીસે તપાસ આરંભી હતી જેમાં પ્રથમ આઉટસથી ભરતી પામેલ પૂર્વ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ અન્ય એક વ્યક્તિની હાલ સુધી ધરપકડ કરવામાં આવી છે પોલીસે હજુ આ મામલે કેટલાકને આવી બોગસ એનઓસી બનાવી આપી છે તે અંગે તપાસના ચક્રો વધુ તેજ કર્યા છે

Advertisement

જૂનાગઢ મનપા તનપાદ્વારા દ્વારા ઇશ્યુ કરવામાં આવતી એન.ઓ.સી. માં ગોલમાલ બહાર આવતા જૂનાગઢ મહાનગરપાલિકા વર્તુળો તેમજ શહેરભરમાં આ વાતને લઈને ચાર વ્યાપી જવા પામી છે ફાયર વિભાગના ઓફિસરની સહી કોપી કરી પ્રિ ફાયર એનઓસી આપવાનું કારસ્તાન ઘડાયું હતું, શહેરના ચોબારી રોડ વિસ્તારમાંઆવેલા મિત ઇન્ફ્રા નામની પેઢીએ બિલ્ડીંગ બનાવવા માટે ગત્ 18-8-2022ના ફાયર અભિપ્રાય - માટે ફાયર શાખામાં અરજી કરી હતી. મનપાના ફાયર વિભાગ દ્વારા આ અરજી માં ફાયર અભિપ્રાય બાબતે અરજીમાં પુર્તતા કરવા જણાવ્યું હતું.પરંતુ મિત ઇન્ફ્રા તરફથી કોઈ પુર્તતા કરવામાં આવી ન હતી. ત્યારબાદ મનપા એ ગત્ તા.8-11-2023ના ફરી એક વખત નોટિસ આપી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગના ઈન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર યકીન શિવાનીના મોબાઈલ નંબર પર પ્રિ એન.ઓ.સી. રજૂ કરવામાં હતી, તેઓએ જૂનાગઢ મનપાના ફાયર ઓફિસર દિપક જાની ને આ પ્રિ એન.ઓ.સી.મોકલ્યું હતું. આ પ્રિ ફાયર એન.ઓ.સી.અંગે રેકર્ડમાં ખરાઈ કરતા 28-9-2022 ના રોજ મહાનગરપાલિકા દ્વારા આવું કોઈ પ્રિ એન.ઓ.સી. ફાયર શાખા એ આપ્યુ ના હોવાનું સામે આવ્યું હતું આ પ્રિ એન.ઓ.સી. ઈન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર ને જે મોબાઈલ નંબર પરથી મોકલવામાં આવ્યું હતું તે મોબાઈલ નંબર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનર શાખા ના કર્મચારી ગૌતમ બાંભરોલીયાના હતા આ ફાયર એનઓસી માં ફાયર ઓફિસરની સહી કોમ્પ્યુટર માં સ્કેન કરી કોપી કરી મૂકી હતી અને બોગસ પ્રિ એન. ઓ. સી. ઉભું કર્યું હતું. કમિશનરે ફાયર ઓફિસરને ફરિયાદ કરવા નિયુક્ત કર્યા હતા.જેના અનુસંધાને ફાયર ઓફીસર દ્વારા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે તપાસ આદરી હતી જેમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં આઉટસોર્સથી ભરતી કરાયેલ સુજલ પોમલ નું નામ ખુલ્યુ હતું પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે અન્ય વ્યક્તિ ગૌતમ બાંભરોલીયા પણ આ કારસ્તાન ને આકાર દેવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હોવાનું સામે આવતા પોલીસે બંનેને ઝડપી તેમજ મહાનગરપાલિકા ખાતેથી ઉપયોગમાં લેવાયેલ સીપીયુ સહિતના પુરાવાઓ એકત્ર કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી

જોકે મહત્વની કામગીરી ગણાતી આ ફાયર એનઓસી બાબતે ઉપલા અધિકારીઓ ખરેખર અજાણ હતા કે કેમ ? તે આજ સુધી આ કારસ્તાન પર પડદો રહ્યો અગાઉ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો અંગે જવાબદાર વ્યક્તિએ શા માટે તપાસ કરી નહીં,? નોટીસો ની સમય મર્યાદા પૂરી થયાને વર્ષો વીતી ગયા પછી ઓચિંતુ મનપાના જવાબદારોને કેમ જ્ઞાન આવ્યું.? ફાયર એનઓસી કૌભાંડમાં ફક્ત નાના કર્મચારીઓજ શા માટે? નાના કર્મચારીઓને હાથો બનાવી પાછલા દરવાજેથી જવાબદારો છટકી તો નથી રહ્યા ને ? મહાનગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષ એવા સમયગાળામાં 300 જેટલી ફાયર એનઓસી કાયદેસર રીતે આપવામાં આવી છે જ્યારે અત્યાર સુધીમાં નોટિસો કેટલી આપવામાં આવી હોય તેનો આંક રેકર્ડ ઉપર મેળવવો હાલ અશક્ય છે તેવું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું તો આવી નોટીશો બાદ કેટલી પ્રી ફાયર એનઓસી આવા કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવી હશે ? સહિતના સવાલો હાલ મહાનગરપાલિકાના સૂત્રો તેમજ શહેરના જાગ્રુત નાગરિકોમાં ઉઠી રહ્યા છે.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement