રૂડાની આવાસ યોજનાના વધુ 10 ક્વાર્ટરો રદ કરાયા
કાલાવડ રોડની હાઉસિંગ કો.ઓપરેટીવ સોસાયટીમાં તંત્ર દ્વારા કાર્યવાહી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-I પ્રકારના ટી.પી.9 એફ.પી.9/એ,એકલવ્ય હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સાંજા ચુલા હોટલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ, ખાતે નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે. તે આવાસોના દસ્તાવેજ/ભાડા કરાર આજદિન સુધી કરાવેલ ન હોય, આ બાબતે લાભાર્થીશ્રીઓને અત્રેની કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. સદરહું બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.
રૂડા દ્વારા હાઉસીંગ સોસાયટીમાં ભાડાકરાર તેમજ દસ્તાવેજ વગરના 10 આવાસો રદ કરવામાં આવ્યા હતાં. જેમાં ફ્લોટ નં. એફ 102, 806, એચ 805, આઈ-102, 405, જે-204, 603, 605 અને કે-502, 705 સહિતના 10 આવાસોની ફાળવણી રદ કરી અરજદારને દિવસ 7 માં કોઈ પ્રકારના વાંધા વચકા રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે.