રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બે વયોવૃદ્ધ મિત્રએ સજોડે ઝેરી દવા પી લેવા અંગેના પ્રકરણમાં વ્યાજખોરોનું દબાણ કારણભૂત

11:54 AM Jul 31, 2024 IST | admin
Advertisement

બંનેના ભાગીદારીના ધંધામાં કોરોના કાળ દરમિયાન ખોટ જતાં જામનગરના બે વ્યાજખોરો પાસેથી એક કરોડ વ્યાજે લીધા હતા: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી તેમજ બંને વેપારીઓનો પ્લોટ પચાવી પાડતાં આખરે હારી થાકીને ઝેરના પારખા કર્યાનું પુત્રનું નિવેદન: હાલ બંને મિત્ર ભાનમાં આવ્યા ન હોવાથી પોલીસ દ્વારા તેઓના નિવેદન નોંધવા માટેની જોવાતી રાહ

Advertisement

જામનગરમાં શરૂૂ સેક્સન રોડ પર ગોલ્ડન સીટી નજીક એક કારમાં બે વયોવૃદ્ધ મિત્રોએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા નો પ્રયાસ કરવા અંગેના પ્રકરણમાં તેમના પુત્રના નિવેદનના આધારે વ્યાજખોરોનું દબાણ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બંનેના ભાગીદારીના ધંધામાં ખોટ જતાં બે વ્યાજખોરો પાસેથી એકાદ કરોડ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેની પઠાણી ઉઘરાણી અને પ્લોટ પચાવી પાડતાં આખરે હારી થાકીને આ પગલું ભરી લીધાનું એક બુઝુર્ગ ના પુત્ર દ્વારા પોલીસને જણાવાયું છે, જેથી પોલીસ આ મામલે બંને બુઝુર્ગ મિત્રો ભાનમાં આવે ત્યારે તેઓના નિવેદન નોંધવા માટેની રાહ જોઈ રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂૂ સેક્શન રોડ ગોલ્ડન સીટી વિસ્તારમાં સરલાબેન આવાસ પાસે પાર્ક કરેલી એક કારમાં અશોક વિપુલભાઈ ધોકિયા અને પરબતભાઈ ગોજીયા નામના બે મોટી ઉંમરના મિત્રો, કે જેઓએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંનેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેઓ ના આ પગલા અંગે પોલીસને જાણ થતાં સીટી સી. ડીવીઝનના પી.એસ.આઇ.એન.પી. જોશી તુરતજ બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, પરંતુ બંને બુઝુર્ગ બેભાન અવસ્થામાં હોવાથી તેઓના નિવેદન નોંધી શક્યા ન હતા, અને તેમના નિવેદનો નોંધવા માટેની રાહ જોવાઈ રહી છે.

જે દરમિયાન એક બુઝુર્ગના પુત્ર સાથેની વાતચીત અને નિવેદનમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું, કે બંને મિત્રો કે જેઓએ ભાગીદારીમાં એક ફેક્ટરી ઊભી કરી હતી, અને કોરોના કાળ દરમિયાન તે ફેક્ટરીમાં ખોટ જતાં જામનગરના જ બે વ્યક્તિઓ પાસેથી આશરે એકાદ કરોડ રૂૂપિયા વ્યાજે લીધા હતા, જેનું મોટી વ્યાજનની રકમ ચૂકવતા હતા, સાથો સાથ તેઓની જમીનના દસ્તાવેજ પણ વ્યાજખોરોએ કરાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓના ત્રાસ-દબાણના કારણે બંનેએ આ પગલું ભરી લીધું હોવાનું એક બુઝુર્ગના પુત્રનું કહેવું છે. જેના આધારે પોલીસ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે, અને બંને બુઝુર્ગ ભાનમાં આવી જાય, ત્યારબાદ તેઓના નિવેદનના આધારે જે કોઈ કસૂરવાર હશે, તો તેઓ સામે ફરિયાદ નોંધવામાં આવશે, તેમ પોલિસ વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. આ બનાવને લઈને જામનગર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

Tags :
gujaratgujarat newsjamnaagrjamnagarnewspoisoning causedTwo elderly friends
Advertisement
Next Article
Advertisement