મોરબી-માળિયા હાઈ-વે પર રેલિંગ તોડી બે ડમ્પર નદીમાં ખાબક્યા
12:32 PM Jul 27, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
મોરબી - માળીયા હાઈવે ઉપર કાવેરી સિરામિક સામે હાઇવે પર રેલીંગ તોડી બે ડમ્પર નદીમાં ખાબક્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી - માળિયા હાઈવે પર નવી ટીંબડી પાસે કલ્યાણદાસ બાપુના આશ્રમ નજીક કાવેરી સિરામિક સામે હાઇવ પર પુલની રેલીંગ તોડી બે ડમ્પરો રોડ પરથી નદીમાં ખાબક્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. તેમજ હાલ કોઈ જાનહાનિની વિગત પ્રાપ્ત થયેલ નથી. ત્યારે તંત્રની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે ક્યારેક આખરે હાઈવે પર બેફામ દોડતા ડમ્પરો પર તંત્ર કાર્યવાહી કરશે અને હાઈવે પર મોત બની ફરતા ડમ્પરો પર લગામ કશશે.