ચોટીલા તળેટીમાં ઘૂસી બે દારૂડિયાએ કર્યો બખેડો: પૂજારીને પતાવી દેવાની ધમકી
રાજ્યના પૌરાણિક જગવિખ્યાત ચોટીલા તળેટીમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર તથા નવગ્રહ મંદિરમાં રવીવારનાં બપોરે બે દારૂૂડીયા શખ્સો એ પુજારી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર ફેલાઇ જવા પામ્યો છે ચોટીલા રાજ્યનું પવિત્ર યાત્રાધામ છે જ્યાં લાખો લોકો દર્શને આવે છે, તેવા આ સનાતન ધર્મ ના પવિત્ર સ્થાનમાં બે શખ્સો મંદિરમાં દારૂૂ પીધેલ હાલતમાં આવી મંદિરમાં પૂજારીને કોઈ કારણ વગર અપશબ્દો કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે મંદિરમાં સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો દર્શન કરી રહેલ હતા, જેથી મંદિરે દર્શન કરવા આવેલ ભાવિકોમાં પણ ભયની લાગણી પ્રસરી ગયેલ હતીચોટીલા ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ અને નવ ગ્રહ મંદિર ટ્રસ્ટ દ્વારા લેખિતમાં પોલીસને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આ અસામાજિક તત્વો ઇકો વાહન નંબર જી. જે. 01 કેએલ 7028 માં આવેલ હતા. પૂજારી દ્વારા એમનું નામ પૂછતાં એને પોતાનું નામ હું જગા વિનુ વાઘેલા એમ કહેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે, હિન્દુ સનાતન ધર્મ ના મંદિર માં આવી ને પૂજારી સાથે ગેરવર્તણૂક કરેલ છેટ્રસ્ટ એ લેખિત વિનંતી સાથે આવા અસામાજિક અને અધાર્મિક તત્વો સામે ઋ.ઈં.છ. નોંધી અને કડકમાં કડક સજા કરવા તેમજ ભવિષ્યમાં કોઈ પણ આવા અસામાજિક અને અધાર્મિક તત્વો મંદિર જેવી પવિત્ર જગ્યા માં આવી ને આ રીતે દાદાગીરી ન કરી શકે તેવી સરકારને પણ રજૂઆત કરી છે કે આવા તત્વોના લીધે મંદિર પરિસરનું પવિત્ર વાતાવરણ બગડે છે, તેમજ કરોડો સનાતની હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે છે. ભવિષ્યમાં આવી ઘટના બીજીવાર ન બને તે માટે ડુંગર તળેટીના તમામ મંદિરમાં કાયમી પોલીસ બંદોબસ્ત રાખવાની માગણી સાથે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરેલ છે.
ચોટીલાનાં પ્રસિધ્ધ ચામુંડા માતાજી પુજારી મહંત પરિવાર સાથે મંદિરની અંદર દારૂૂ પીને ધમાલ મચાવ્યાની ઘટના બિહાર સ્ટાઇલમાં ઘટતા કાયદો વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠ્યાં છે ત્યારે બનાવ પાછળ કોઇ પર્સનલ બાબત અને અંગત અદાવત સંકળાયેલ હોવાની પણ ચર્ચા છે.