For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળાએ જતી બે સાઈકલ સવાર છાત્રાને આંતરી આરોપીનો બથ ભરી નિલર્જ્જ હુમલો

06:08 PM Feb 06, 2024 IST | Bhumika
શાળાએ જતી બે સાઈકલ સવાર છાત્રાને આંતરી આરોપીનો બથ ભરી નિલર્જ્જ હુમલો

શહેરમાં લક્ષ્મીનગર અંડરબ્રીજ પાસેથી સાઇકલ લઇ સ્કૂલે જતી બે છાત્રાને આંતરી શખ્સે બથ ભરી નિલર્જ્જ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

શહેરમાં રહેતા આધેડે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જગદીશ કીરણભાઇ પરમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે સાંજના પોણા પાંચ વાગ્યે તેની 14 વર્ષની દીકરી તેની સહેલી સાથે સાઇકલ પર અક્ષરમાર્ગ પર આવેલી પોતાની શાળાએ કલાસ ભરવા માટે જતી હતી ત્યારે લક્ષ્મીનગર અંડર બ્રિજ પાસે પહોંચતા આરોપી જગદીશે બન્નેને આંતરી ફરિયાદીની દિકરીનો હાથ પકડી પાછળથી બથ ભરી લઇ આરોપીએ તેને સ્પર્શ કરવાની કોશીશ કરી તેની સાથે અડપલાં કરી તેને વિખોડીયા ભરી લેતા તેણીને ઇજા પહોંચી હતી.આમ આરોપીએ બંને છાત્રાને રોકી તેની સાથે જાહેરમાં પજવણી કરી હતી.

બંને તરૂૂણીની જાહેરમાં છેડતી કર્યા બાદ બંને ગભરાઇ ગઇ હતી.ત્યારબાદ બંને રડતી રડતી શાળાએ પહોંચતા આ બાબતે સ્કુલના સ્ટાફે પુછતા તેમણે આપવીતી જણાવી હતી.જે સાંભળી શાળાનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો.બાદમાં શિક્ષક સહિતનાએ બંને વિદ્યાર્થિનીઓને જયાં ઘટના બની હતી ત્યાં લઇ જવાનું કહેતા બંને તરૂૂણી તેમને ત્યાં લઇ ગઇ હતી.આ સમયે આરોપી અહીં જ ઉભો હોય તરૂૂણીએ ઇશારો કરી આ શખસે જ છેડતી કરી હોવાનું જણાવતા શાળાના સ્ટાફે આ શખસને ઝડપી લઇ પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસના સ્ટાફે અહીં આવી આ શખસને સકંજામાં લીધો હતો.આ અંગે વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 354(એ),341,323 અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ ડી.એમ.હરીપરા ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement