For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર નજીક કાર પલટી જતાં બે પિતરાઈ ભાઈના મોત

02:02 PM Mar 19, 2024 IST | Bhumika
ભાવનગર નજીક કાર પલટી જતાં બે પિતરાઈ ભાઈના મોત
  • ભરૂચનો પરિવાર ભગુડા દર્શન કરી પરત જતો હતો ત્યારે ચાલકે કાબુ ગુમાવ્યો: માતા-પુત્ર સારવારમાં

ભાવનગર - ગીરસોમનાથ નેશનલ હાઈવે પર તણસાગામ નજીક કાર પલ્ટી ખાઈ જતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા જયારે ગંભીર રીતે ઘવાયેલ માતા-પુત્રને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભરૂૂચ જિલ્લામાં રહેતો પરીવાર કોઈ ભગુડા દર્શન કરી ત્યાંથી ખોડિયાર મંદિર દર્શનાર્થે જવાના હતા તે પતાવી ત્યાંથી પરત ભરૂૂચ તરફ કાર લઈને રવાના થયો હતો આ પરીવારની વેગન-આર કાર તણસાગામ નજીક પહોંચતા કાર ચાલકે અકસ્માતે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાઈ રોડ સાઈડમાં આવેલ ખેતરમાં ખાબકી હતી, દરમ્યાન કારમાં સવાર યોગેશ અમરસંગ પરમાર તથા તેના પિતરાઈ ભાઈ ઉદેસંગ ભગવાનભાઈ પરમાર ને ગંભીર ઈજા થતા આ બંને વ્યક્તિ ઓના ઘટના સ્થળે મોત થયા હતા, જયાં ઉદેસંગ ભાઈના પુત્ર કૃણાલ તથા તેમના પત્ની છાયાબેનને ગંભીર ઈજા સાથે તત્કાળ સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement