For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે કોન્ટ્રાક્ટર મિત્રોએ સજોડે ઝેરી દવા પી લેતા ગંભીર

11:39 AM Jul 30, 2024 IST | admin
બે કોન્ટ્રાક્ટર મિત્રોએ સજોડે ઝેરી દવા પી લેતા ગંભીર

શરુ સેક્શન રોડ પર કારમાં બેશુધ્ધ હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

Advertisement

જામનગરમાં શરૂૂ સેક્સન રોડ પર ગોલ્ડન સીટી નજીક એક કારમાં બે વયોવૃદ્ધ મિત્રોએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંનેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂૂ સેક્શન રોડ ગોલ્ડન સીટી વિસ્તારમાં સરલાબેન આવાસ પાસે પાર્ક કરેલી એક કારમાં અશોક વિપુલભાઈ ધોકિયા અને પરબતભાઈ ગોજીયા નામના બે મોટી ઉંમરના મિત્રો, કે જેઓએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંને બેશુદ્ધ અવસ્થામાં કારમાં પડ્યા હતા.
આ અંગેની જાણકારી મળતાં તેઓને તાત્કાલિક અસરથી 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંને હાલ બેશુદ્ધ અવસ્થામાં સારવાર મેળવી રહ્યા છે.

Advertisement

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને કારમાંથી ઝેરી દવાની બે બોટલ કબજે કરી છે, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે. બંને મિત્રોના પરિવારજનોને જાણકારી મળવાથી તેઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા છે. પોલીસ આ મામલે તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement