રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસના બે કોર્પોરેટરોને અટકાવાતા બબાલ

05:23 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસપક્ષમાંથી ચુંટાયેલા ચાર પૈકી બે કોર્પોરેટરોને પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવ્યા બાદ કોર્ટે બન્નેને ફરીસભ્યપદ પર કાયમી રહેવાનો હુકમ કર્યો હતો જેના કારણે આજના જનરલ બોર્ડમાં બન્ને કોર્પોરેટરોએ પ્રવેશ કરતા તેમને અટકાવવામાં આવતા સિક્યોરીટી સાથે બબાલ થઈ હતી અને આ મુદ્દે કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયાએ કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ સેક્રેટરી વિરુદ્ધ ક્ધટેમ્ટ ઓફ કોર્ટની ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન કોંગ્રેસના બે કોર્પોરેટરોને પ્રશ્ર્નો પુછવા દેવામાં આવેલ પરંતુ તાજેતરમાં ગેરલાયકમાંથી લાયક ઠરેલા કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈને પ્ર્રશ્ર્નતરી કરતા રોકવામાં આવેલ તેમજ જનરલ બોર્ડમાં પ્રવેશ નહીં મળે તેમ સેક્રેટરી વિભાગમાંથી જણાવવામાં આવેલ. છતાં વશરામભાઈ સાગઠિયાએ કોર્ટના હુકમના આધારીત બોર્ડમાં પ્રવેશ તો મેળવશુ જ તેવી ચેલેન્જ ફેંકી હતી અને આજરોજ જનરલબોર્ડના સમયે કોર્ટના પરિપત્ર સાથે મનપાની કચેરી હાજર થતાં તેઓને તેમજ કોમલબેન ભારાઈને બોર્ડમાં પ્રવેશતા અટકાવવામાં આવેલ ત્યારે વશરામભાઈએ કોર્ટનો હુકમ સેક્રેટરીને બતાવી છતાં સેક્રેટરીએ અમને પરીપત્ર મળ્યો નથી તેવું બહાનું આગળ ધરી તેમને પ્રવેશ નહીં મળે તેવો આદેશ આપતા મામલો બિચક્યો હતો છતાં વશરામભાઈ અને કોમલબેન ભારાઈએ પોલીસની માથાકુટથી બચવા ત્યાંથી ચાલતી પકડી હતી પરંતુ જતી વખતે તેમણે જણાવેલ કે, કોર્ટ દ્વારા અમને માન્યતા આપવામાં આવી છે. એન કોર્ટનો ઓર્ડર પણ સાથે લઈને આવ્યો છું. છતાં સેક્રેટરી દદ્વાર કોર્ટનો ઓર્ડર જોયા વગર ફક્ત રાજકીય દાવપેચ ખેલી અમને જનરલ બોર્ડમાં જતાં અટકાવવામાં આવ્યા છે. આથી હવે અમે હવે સેક્રેટરી વિરુદ્ધ ક્ધટેમ્ટ ઓફ કોર્ટની ફરિયાદ કરશું તેમ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement