રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસના બે કોર્પોરેટર સાગઠિયા અને ભારાઈ ફરી નિયુક્ત, હવે ગ્રાન્ટનો ડખ્ખો

04:01 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

મહાનગરપાલિકાના ગેરલાયક ઠરેલા કોંગ્રેસના બે કોર્પોરેટરોને લાયક ઠેરવવા માટે હાઈકોર્ટે 28મીએ ઓર્ડર કર્યો હતો છતાં જનરલ બોર્ડમાં તેઓને પ્રવેશ ન મળતા અંતે સરકારે તંત્રને નોટીફીકેશન મોકલતા આજે કોંગ્રેસી કોર્પોરેટર વશરામભાઈસાગઠિયા અને કોમલબેન ભારાઈની કોર્પોરેટર પદે નિમણુંક કરવામાં આવી છે. પરંતુ ગ્રાન્ટ બાબતે ડખ્ખો ઉભો થયો છે. જે મુજબ કોર્ટના ઓર્ડરની તારીખથી આજ સુધીની બાકી ગ્રાન્ટ મળવી જોઈએ જેની સામે તંત્ર દ્વારા આજથી ગ્રાન્ટ લાગુ થશે તેવું રટણ ચાલુ રાખતા કોંકડુ ગુચવાયું છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.15ના ચૂંટાયેલા આપ બન્ને કોર્પોરેટરઓ દ્વારા પક્ષાંતર કરવામાં આવતા, ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા આપ બન્ને કોર્પોરેટરશ્રીઓને રાજકોટ મહાનગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા અંગે ઉક્ત સંદર્ભ(1),(2)ની વિગતે હુકમ કરવામાં આવેલ હતો. જે હુકમ સામે આપ બન્ને દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એસ.સી.એ. દાખલ કરવામાં આવતા, જે પરત્વે નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંદર્ભ-(3)ની વિગતે ઓરલ ઓર્ડર અન્વયે નામોદિષ્ટ અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ-ગાંધીનગરના ઉક્ત વિગતના હુકમની અમલવારી અટકાવવામાં આવેલ હતાં. નામોદિષ્ટ અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા ઉક્ત સંદર્ભ(6)ની વિગતના પત્ર દ્વારા, અગ્રસચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરને, ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરશન એક્ટની સંબંધિત જોગવાઇઓ અન્વયે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બેઠકમાં હાજરીની બાબત હોઇ આ વિભાગને સંબંધિત કાર્યક્ષેત્રની બાબત હોઇ રજૂઆત પરત્વે આપની કક્ષાએ યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા વિનંતી કરવામાં આવેલ. જે વિનંતીના અનુસંધાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા અત્રેની કચેરીને સંદર્ભ(7)ની વિગતે સુચના થઇ આવેલ છે.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement