રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હલેન્ડા પાસે 1680 બોટલ વિદેશી દારૂ ભરેલ આઈસર સાથે બે પકડાયા

04:27 PM Aug 12, 2024 IST | admin
Advertisement

દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડિયા અને ટીમ ત્રાટકી : 7 લાખના આઈસર સહિત 60થી 70 પેટી દારૂ કબજે

Advertisement

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે બુટલેગરો સજ્જ થયા છે ત્યારે બુટલેગરો ઉપર પોલીસે વોચ રાખી દારૂનું નેટવર્ક તોડી પાડવા પોલીસ પણ સજ્જ થઈ છે. ત્યારે રાજકોટની ભાગોળે હલેન્ડા ગામની સીમમાં દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી 60થી 70 પેટી વિદેશી દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યું હતું. આઈસરના ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસને જોઈને આઈસરના ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા આઈસર કાદવમાં ખુપી ગયું હતું. પોલીસે બે શખ્સોને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના ભાગોળે હલેન્ડા ગામની સીમમાં દારૂનો જથ્થો કટીંગ થવાનો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ચૌહાણ, રાજેશભાઈ જડુ અને કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગરને મળી હતી. જે બાતમીના આધારે પીએસઆઈ વી.ડી. ડોડિયા પોતાની ટીમ સાથે હલેન્ડા ગામની સીમમાં પહોંચ્યા ત્યારે જીજે 3 બીવાય 3349 નંબરનું આઈસર પોલીસને જોઈ ભાગવા જતાં કાદવમાં આઈસર ખુપી ગયું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા આઈસરના ચોરખાનામાં છુપાવેલ આશરે 60થી 70 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે આઈસર ચાલક સહિત બે શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરાઈ છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી ભરત બી બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર. ગોંડલિયા અને પીએસઆઈ વી.ડી. ડોડિયા અને તેમની ટીમે આ દારૂના દરોડામાં કામગીરી કરી હતી.

Tags :
alcoholcrimegujaratgujarat newsHalendahalendanewsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement