નાગેશ્ર્વર સ્મશાન પાસે ઘોડીપાસા ખેલતા બે ઝડપાયા: 4 ફરાર
58 હજારનો મુદ્દામાલ કબજે: મસિતિયા રોડ પર પાંચ પત્તાંપ્રેમી પકડાયા
જામનગર શહેરના નાગેશ્ર્વર સ્મશાનની બાજુની ગલીમાં ઘોડીપાસાનો જુગાર રમતા 2 શખ્સોને પોલીસે રોકડ અને મોબાઇલ સાથે પકડી લીધા હતા જયારે 4 શખ્સો નાશી છુટયા હતા. આ ઉપરાંત મસીતીયા રોડ પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પોલીસની પકકડમાં આવ્યા હતા.એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોરી અને પટેલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબીના ક્રિપાલસિંહ, મયુદીનભાઇ, ધર્મેન્દ્રસિંહને હકીકત મળેલ કે નાગેશ્રવર સ્મશાનની બાજુની ગલીમાં ઘોડીપાસાનો જુગાર રમાય છે આથી દરોડો પાડી જુગાર રમતા પવનચકકી ઢાળીયે રહેતા ઉમંગ પ્રકાશ ફલીયા, રબ્બાનીપાર્કમાં રહેતા તૌસીફ સલીમ કુરેશી નામના બે શખ્સને પકડી લીધા હતા.
23700ની રોકડ, 3 મોબાઇલ, 1 બાઇક મળી કુલ 58700નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે દરોડા વખતે મહેશ્રવરી વાસનો નિતીન દેવશી પરમાર, નાગેશ્રવરનો લાલજી મનસુખ મકવાણા, ધોરમ ફળીમાં રહેતા હસમુખ મનહર પરમાર અને રોહિત નામના ઇસમો રફુચકકર થઇ ગયા હતા જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અન્ય દરોડામાં મસીતીયા રોડ પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દરેડ ખોલીમાં રહેતા મુળ યુપીના બોબી બલુ ચૌહાણ, રહીશ રશીદ અબ્બાસી, વસીમ સરાઉદીન સૈયદ, જાવેદ સરાફતખાન પઠાણ અને અશરફ ભુરેખા અબ્બાસી નામના શખ્સોને પંચ- બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા 11250 સાથે પકડી લીધા હતા.